નવી દિલ્હી: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકારને બચાવવાની કવાયત જોરશોરમાં છે. પરંતુ આજે સરકાર પર મોટું સંકટ આવી ગયું છે. કર્ણાટકના મંત્રી અને અપક્ષ ધારાસભ્ય નાગેશે મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ત્યારબાદ કર્ણાટક સરકારમાં સામેલ કોંગ્રેસના મંત્રીઓએ પદેથી રાજીનામા આપી દીધા છે. તેમની સંખ્યા 21 છે. આ વાતને સિદ્ધારમૈયાએ સમર્થન આપ્યું છે. આ બાજુ રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે કર્ણાટકમાં જે કઈ થઈ રહ્યું છે તેમાં ભાજપનો કોઈ હાથ નથી. અમારી પાર્ટી હોર્સ ટ્રેડિંગ કરતી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપક્ષ ધારાસભ્ય નાગેશે રાજભવન જઈને રાજ્યપાલ વજુભાઈ વાળાને પોતાનું રાજીનામું સોંપ્યું. નાગેશે પત્રમાં લખ્યું છે કે કર્ણાટકની કુમારસ્વામી સરકારને આપેલુ સમર્થન પાછું ખેંચુ છું. ભવિષ્યમાં જો ભાજપ તરફથી ઓફર મળશે તો હું ભાજપ સરકારને સપોર્ટ કરવા તૈયાર છું. 


રાજીનામું આપ્યાં બાદ નાગેશ ખાસ વિમાન દ્વારા મુંબઈ માટે રવાના થઈ ગયા છે. અત્રે જણાવવાનું કે રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસ-જેડીએસના અસંતુષ્ટ ધારાસભ્યો મુંબઈમાં છે. તેમને ત્યાં ખાસ હોટલમાં રખાયા છે. 


કર્ણાટકના નાટકમાં કોંગ્રેસનો હાથ? સરકાર બચાવવા માટે મુખ્યમંત્રી બદલી શકે છે JDS


સોમવારે સવારે કર્ણાટક સરકારમાં સામેલ તમામ કોંગ્રેસ મંત્રીઓને ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરના ઘર બ્રેકફાસ્ટ પર બોલાવવામાં આવ્યાં હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ તમામ મંત્રીઓને રાજીનામું આપવાનું જણાવવાનું હતું. જેથી કરીને કોંગ્રેસ-જેડીએસના અસંતુષ્ટ ધારાસભ્યોને મંત્રીપદ ઓફર કરી શકાય. આ જ ક્રમમાં કોંગ્રેસના સાંસદ ડી કે સુરેશે દાવો કર્યો હતો કે કર્ણાટક સરકારમાં સામેલ કોંગ્રેસના તમામ મંત્રીઓ રાજીનામા આપવા જઈ રહ્યાં છે. 


કર્ણાટક: ડે.સીએમની બ્રેકફાસ્ટ ડિપ્લોમસી, કોંગ્રેસે બોલાવી મંત્રીઓની બેઠક, બળવાખોરો અડીખમ


ભાજપના નેતા શોભા  કરંદલજે સોમવારે બી એસ યેદિયુરપ્પાના આવાસે પહોંચીને મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ પણ સીએમ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. કોંગ્રેસ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે. તેઓ કર્ણાટકમાં બીજી સરકાર માટે રસ્તો બનાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે નાગેશનું ભાજપમાં સ્વાગત છે. ભાજપ કોંગ્રેસ અને જેડીએસના અસંતુષ્ટ ધારાસભ્યો સાથે કોઈ પણ પ્રકારે સંપર્કમાં નથી. 


અત્રે જણાવવાનું કે નાગેશ સહિત કુલ 13 ધારાસભ્યોએ  રાજીનામા આપ્યાં છે. આ સાથે જ બળવાખોર ધારાસભ્યોની કુલ સંખ્યા વધીને 14 (એક ધારાસભ્યે પહેલા જ રાજીનામું આપી દીધુ હતું) થઈ ગઈ છે. આમ આ રીતે વિધાનસભામાં સંખ્યાબળને જોતા એક પ્રકારે ટાઈ મેચ થઈ ગઈ છે. આવું એટલા માટે કારણ કે જો આ રાજીનામાનો સ્વીકાર થઈ જાય તો વિધાનસભામાં સભ્યોની સંખ્યા 210 થઈ જશે. 


કર્ણાટક  કોંગ્રેસે ધારાસભ્યોની બેઠક બોલાવી
કર્ણાટક કોંગ્રેસે પાર્ટીના નવ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા બાદ આ સંકટને દૂર કરવા માટે 9મી જુલાઈએ તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ અગાઉ કોંગ્રેસના એક ધારાસભ્ય આનંદ સિંહ (વિજયનગર)એ એક જુલાઈના રોજ રાજીનામું આપી દીધુ હતું. જેથી કરીને હવે બળવાખોર ધારાસભ્યોની સંખ્યા 10 થઈ ગઈ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...