લોકસભા 2019: પશ્ચિમ બંગાળમાં મતવર્ષા, 3 વાગ્યા સુધીમાં 70% મતદાન
લોકસભા ચૂંટણી (lok sabha elections 2019) ના પહેલા તબક્કા માટે મતદાન આજે સવારે સાત વાગ્યાથી ચાલી રહ્યું છે. જેના હેઠળ 20 રાજ્યોની 91 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ સીટો પર કુલ 1279 ઉમેદવાર ચૂંટણી મેદાને છે. પહેલા તબક્કાનું મતદાનમાં મતદાતાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં પોલીંગ બુથો પર મતદાતાઓની લાંબી લાઇનો લાગેલી છે. લોગો સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી (lok sabha elections 2019) ના પહેલા તબક્કા માટે મતદાન આજે સવારે સાત વાગ્યાથી ચાલી રહ્યું છે. જેના હેઠળ 20 રાજ્યોની 91 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ સીટો પર કુલ 1279 ઉમેદવાર ચૂંટણી મેદાને છે. પહેલા તબક્કાનું મતદાનમાં મતદાતાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં પોલીંગ બુથો પર મતદાતાઓની લાંબી લાઇનો લાગેલી છે. લોગો સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
રાહુલ ગાંધી પર લેઝર લાઇટ ફેંકનારની માહિતી મળી, ગૃહમંત્રાલયે કરી સ્પષ્ટતા
પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં ભારે મતદાન થઇ રહ્યું છે. 3 વાગ્યા સુધી 69.94 મતદાન થઇ ચુક્યું છે. પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળની બે સીટ કુચ બિહાર, અલીપુરદ્વારામાં મતદાન કરવામાં આવી રહ્યું છે. નાગાલેન્ડ અને મિઝોરમમાં પણ આશરે 70 ટકા મતદાન કરવામાં આવી ચુક્યું છે. બપોરે 3 વાગ્યા સુધી યુપીમાં 51 ટકા, લક્ષદ્વીપમાં 51.25 ટકા, નાગાલેન્ડમાં 68 ટકા, મિઝોરમમાં 55.20 ટકા, ત્રિપુરા પશ્ચિમ સીટ પર 68.65 ટકા, પશ્ચિમ બંગાળમાં 69.94 ટકા, તેલંગાણા 48.95 ટકા, અસમમાં 59.5 ટકા અને મેઘાલયમાં 55 ટકા, ઉતરાખંડમાં 46.59 ટકા અને મણિપુરમાં 68.90 ટકા મતદાન થયું. બીજી તરફ મહારાષ્ટ્રની લોકસભા સીટ પર 38.35 ટકા મત પડ્યા હતા.
મહારાષ્ટ્રનાં નાગપુર લોકસભા ક્ષેત્રમાં વિશ્વની સૌથી નાના કદની મહિલા જ્યોતી અમ્ગેએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો છે. જ્યોતી આમ્ગેની લંબાઇ 2 ફુટ 1 ઇંચ છે.
આંધ્રમાં મતદાન દરમિયાન હિંસાનો કિસ્સો સામે આવ્યો છે. અહીના અનંતપુરમાં ટીડીપી અને વાઇએસઆર કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મળતી માહિતી અનુસાર વાઇએસઆર કોંગ્રેસનાં કાર્યકર્તાઓનાં હુમલામાં તદીપત્રી વિસ્તારનાં સ્થાનીક ટીડીપી નેતા ભાસ્કર રેડ્ડીની હત્યા કરી દેવાઇ હતી. તે ઉપરાંત આંધ્રના અનેક વિસ્તારમાં વાઇએસઆરનાં કાર્યકર્તાઓની હિંસાના સમાચાર આવી રહ્યા છે. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે ટીડીપી હિંસા ફેલાવવા માંગે છે.
યોગ ગુરૂ બાબા રામદેવે હરિદ્વારમાં પોતાના મતનો પ્રયોગ કર્યો હતો. તેમની સાથે આચાર્ય બાલકૃષ્ણ પણ હાજર હતા. તેલંગાણાના ખમ્મમ કોંગ્રેસ ઉમેદવાર રેણુકા ચૌધરીએ મતદાન કર્યું હતું. બિહારના ઓરંગાબાદમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 35.60 ટકા, ગયામાં 33 ટકા, નવાદામાં જમુઇમાં 29 ટકા મતદાન નોંધાયું હતું. બપોરે 1 વાગ્યા સુધી જમ્મુ કાશ્મીરની બે સીટો પર સંયુક્ત રીતે 35.25 ટકા મતદાન થયું. બીજી તરફ સિક્કીમમાં 39.08 ટકા અને મિઝોરમમાં 46.05 ટકા મતદાન થયું છે.