નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠકથી ઉમેદવારી પત્રક ભરી દીધુ છે. આ સાથે તેઓ ઉત્તર પ્રદેશની પોતાની પરંપરાગત અમેઠી બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યાં છે. રાહુલ ગાંધીની સાથે બહેન અને પૂર્વ ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રભારી મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યાં. ઉમેદવારી નોંધાવ્યાં  બાદ રાહુલ ગાંધીએ વાયનાડમાં રોડ શો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમેદવારી પત્રક ભરીને રોડ શો કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે હું કેરળમાં એ સંદેશો આપવા માટે આવ્યો છું કે ભલે ઉત્તર હોય, કે દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ, આખો દેશ એક છે. દેશની સંસ્કૃતિ પર હુમલા થઈ રહ્યાં છે. તેમણે સીપીએમ ઉપર પણ પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે હું સમજું છું કે સીપીએમમાં મારા ભાઈ અને બહેન મારા વિરુદ્ધ બોલશે અને  હુમલા કરશે. પરંતુ હું મારા આખા ચૂંટણી અભિયાનમાં સીપીએમ વિરુદ્ધ એક શબ્દ પણ નહીં બોલું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...