નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (lok sabha elections 2019) અંતર્ગત 7 તબક્કામાં મતદાન 19 મેના પૂર્ણ થઇ ગયું છે. પરંતુ અમૃતસર અને 24 કોલકાતા ઉત્તર લોકસભા સીટના એક-એક પોલિંગ બૂથ પર કરવામાં આવેલા મતદાનને રદ કરી દેવામાં આવ્યા હતા. હાલ બંને પોલિંગ બુથો પર આજે એટલે કે બુધવારે ચૂંટણી પંચ પુન:મતદાન કરાવી રહ્યું છે. અમૃતસર લોકસભા સીટના પોલિંગ બૂથ સંખ્યા 133 અને 24 કોલકાતા ઉત્તર દક્ષિણ સીટના પોલિંગ બૂથ 200 પર પુન:મતદાન ચાલી રહ્યું છે. આ મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ISROનો દાવો: જ્યાં કોઇ નહીં પહોંચ્યું ત્યાં ઉતરશે ચંદ્રયાન-2, આ દિવસે થશે લોન્ચ


મંગળવારના ચૂંટણી પંચની તરફથી જાહેર પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, 24 કોલકાતા ઉત્તર લોકસભા સીટના પોલિંગ બૂથ નંબર 209 પર 19 મેના રોજ થયેલા મતદાનને રદ્દ કરી દેવામાં આવ્યું છે. પંચનું કહેવું છે કે, આ નિર્ણય પોલિંગ બૂથથી સંબંધમાં રિટર્નિંગ ઓફિસર અને જનરલ ઓબ્જર્વરની તરફતી સોંપવામાં આવેલી રિપોર્ટ અને અન્ય તથ્યો પર વિચાર કરી લેવામાં આવ્યો છે. ત્યારે અમૃતસરના પોલિંગ બૂથ સંખ્યા 123 પર ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયામાં ખામીના કારણે વોટિંગ રદ કર્યું હતું.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...