Loksabha election 2019: બપોરે 3 વાગ્યા સુધીમાં 48.40 ટકા મતદાન
13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 116 લોકસભા સીટો પર હજી મતદાન ચાલી રહ્યું છે
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી (lok sabha elections 2019)નાં ત્રીજા તબક્કાના મતદાનમાં આજે (23 એપ્રીલ)ના રોજ મતદાન ચાલી રહ્યું છે. જેનાં હેઠલ 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 116 લોકસભા સીટો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાં અનેક દિગ્ગજોનાં ભાવી આજે ઇવીએમમાં કેદ થશે. જેના અનુસંધાને મતદાનનાં 03 વાગ્યા સુધીનું વલણ મધ્યમ રહ્યું હતું.
લોકસભા ચૂંટણી 2019: ભારતમાં સૌથી વધારે અને સૌથી ઓછા મતદાનની યાદીમાં કયું રાજ્ય
અત્યાર સુધી થયું આટલું મતદાન
મતદાતાઓમાં મતદાન મુદ્દે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારે તડકા અને ગરમી છતા પણ મતદાન કેન્દ્રો પર લાંબી લાઇનો જોવા મળી હતી. બપોરે 03 વાગ્યા સુધીમાં મતદાન માટે ભારે ધસારો જોવા મળ્યો હતો.
SCના નામે ‘ચૌકીદાર ચોર છે’ નિવેદન આપવા પર ફસ્યા રાહુલ ગાંધી, કન્ટેમ્પ્ટ નોટિસ જારી
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકનાં ગુલબર્ગામાં મતદાન કર્યું .ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અમદાવાદનાં શાહપુર હિંદી સ્કુલમાં મતદાન કર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ પણ અમતાવાદમાં મતદાન કર્યું. પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ અનંતનાગનાં બિજબેહરા બુથ નંબર 37 ડી પર મતદાન કર્યું હતું.
Video: મુરાદાબાદમાં ભાજપ કાર્યકર્તાઓએ ચૂંટણી અધિકારીને માર માર્યો
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આજે થઇ રહેલા મતદાન દરમિયાન દેશમાં 350 ઇવીએમમાં ગોટાળાનો આરોપ લગાવ્યો. તેમણે ટ્વીટર પર લખ્યું કે જિલ્લાધિકારીઓનું કહેવું છે કે આ ઇવીએમનુ સચાલન કરવા માટે અપ્રશિક્ષિત અધિકારીઓ ફરજંદ કરાયા છે. 350થી વધારે ઇવીએમ બદલવામાં આવી રહ્યા છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે પણ મતદાન કર્યું હતું.
ગુજરાતની 26 બેઠક પર બપોર સુધી મતદાન
બેઠક | 9:00 AM | 11:00 AM | 1.00 PM | 2:00 PM | 3:00 PM |
કચ્છ | 9.98 | 24.36 | 36.48 | 36.45 | 42.46 |
બનાસકાંઠા | 13.8 | 29.73 | 41.16 | 41.54 | 53.05 |
પાટણ | 11.92 | 25.06 | 38.74 | 38.74 | 48.85 |
મહેસાણા | 10.6 | 27.35 | 40.7 | 40.7 | 51.42 |
સાબરકાંઠા | 10.9 | 27.93 | 43.08 | 43.08 | 53.36 |
ગાંધીનગર | 9.95 | 24.21 | 36.97 | 39.03 | 52.76 |
અમદાવાદ (પૂર્વ) | 9.58 | 19.12 | 26.31 | 38.64 | 47.66 |
અમદાવાદ (પૂશ્ચિમ) | 8.12 | 20.1 | 34.96 | 35.57 | 45.23 |
સુરેન્દ્રનગર | 10.38 | 23.45 | 36.86 | 34.76 | 42.4 |
રાજકોટ | 10.99 | 26.55 | 39.91 | 39.91 | 49.47 |
પોરબંદર | 9.1 | 20.54 | 28.04 | 30.97 | 49 |
જામનગર | 7.15 | 22.14 | 35.12 | 35.12 | 44.24 |
જૂનાગઢ | 9.2 | 23.17 | 39.14 | 38.55 | 47.28 |
અમરેલી | 10.36 | 25.35 | 31.22 | 36.09 | 43.45 |
ભાવનગર | 10.37 | 25.02 | 36.35 | 36.35 | 45.32 |
આણંદ | 9.5 | 26.93 | 35.12 | 40.89 | 54.97 |
ખેડા | 9.78 | 25.44 | 36.9 | 38.89 | 46.96 |
પંચમહાલ | 8.75 | 24.31 | 38.22 | 38.22 | 48.42 |
દાહોદ | 12.85 | 31.31 | 46.7 | 46.78 | 55.42 |
વડોદરા | 9.51 | 25.78 | 41.61 | 41.61 | 52.05 |
છોટાઉદેપુર | 11.4 | 26 | 38.96 | 41.47 | 54.05 |
ભરૂચ | 11.38 | 25.03 | 44.86 | 44.86 | 54.34 |
બારડોલી | 10.99 | 28.55 | 43.48 | 46.28 | 58.3 |
સુરત | 9.95 | 23.38 | 35.61 | 35.61 | 50.67 |
નવસારી | 9.52 | 24.28 | 32.53 | 39.57 | 47.08 |
વલસાડ | 13.46 | 25.32 | 42.97 | 42.97 | 57.73 |
સરેરાશ | 10.365 | 25.016 | 37.77 | 39.33 | 49.84 |