નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરુદ્ધ દિલ્હીમાં અલગ અલગ જગ્યાઓ પર થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે આજે સવારે લાલ કિલ્લા પાસે ભેગા થયેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. પ્રદર્શનકારીઓ ધીરે ધીરે લાલ કિલ્લા પાસે ભેગા થવા લાગ્યા હતાં અને સંખ્યા વધતા તેઓ ઉગ્ર પ્રદર્શન કરવા લાગ્યાં. ત્યારબાદ પોલીસે તેમને શાંત કરવાની કોશિશ કરી પરંતુ આ લોકો ઉગ્ર વિરોધ કરવા લાગ્યાં. ત્યારબાદ તેમના અને પોલીસફોર્સ વચ્ચે ઝડપ શરૂ થઈ. પોલીસે સુરક્ષા કારણોસર અનેક લોકોની અટકાયત કરી. અત્રે જણાવવાનું કે પોલીસ અને પ્રશાસન તરફથી પહેલેથી જ લાલ કિલ્લાની આજુબાજુ કલમ 144 લાગુ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસને મળેલા ઈન્ટેલિજન્સ ઈનપુટમાં કહેવાયું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં 12 જગ્યાઓ પર પ્રદર્શન કરવાની યોજના છે. આ જગ્યાઓ જંતર મંતર, જામિયાનગર, સંસદ માર્ગની પાસે, લાલ કિલ્લો, મંડી હાઉસ, રાજઘાટ અને કાલિન્દી કૂંજ છે. 


LIVE UPDATES...


-  દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે સરકાર આ બિલ ન લાવે પરંતુ યુવાઓને નોકરી આપે. 
- યુપીના સંભલમાં નાગરિકતા કાયદાના વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ બાળી મૂકી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....