નવી દિલ્હી: દેશ આજે 71મો ગણતંત્ર દિવસ (Republic day) ઉજવી રહ્યો છે. દિલ્હીના રાજપથ ભારતીય ગણતંત્રની 71મી વર્ષગાંઠના જશ્નની તૈયારીઓ પુરી થઇ ગઇ છે. હવે થોડીવાર બાદ રાજપથ પર ભારતીય ગણતંત્ર સૈન્ય તાકાત, સંસ્કૃતિની ઝલક જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ સમારોહની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ઇન્ડીયા ગેટ નજીક રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જઇને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. આ પહેલીવાર હશે જ્યારે વડાપ્રધાન જવાન જ્યોતના બદલે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. ત્યારબાદ તે પરેડનું અવલોકન કરીને સલામી મંચ પર તરફ પ્રસ્થાન કરશે. 


પરંપરા અનુસાર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે, ત્યારબાદ 21 તોપોની સલામી સાથે રાષ્ટ્રગાનની ધૂન વગાડવામાં આવશે. પરેડની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પરેડની સલામી લેવાની સાથે થશે. આજથી શરૂ થનાર સમારોહ માટે બ્રાજીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો મુખ્ય અતિથિના રૂપમાં ભાગ લેશે. 


દિલ્હી ઉપરાંત તમામ રાજ્યોની રાજધાનીઓમાં પણ ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દેશભરમાં વિભિન્ન સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 


રાજ્યોની ઝાંખીઓ શરૂ, સૌથી પહેલાં તેલંગાણા, છત્તીસગઢ અને રાજસ્થાનની ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube