સમજોતા એક્સપ્રેસ મુદ્દે 14 માર્ચ સુધી સુનવણી ટળી, અસીમાનંદ છે મુખ્ય આરોપી
સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ મામલે એનઆઇએ અને બચાવ પક્ષની વચ્ચે ફાઇનલ ચર્ચા થઇ ગઇ છે. ત્યારબાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત કર્યો છે. તેમણે જણાવ્યું કે 26 જૂલાઇ 2010માં આ મામલો NIAને સોંપવામાં આવ્યા હતો.
ચંડીગઢ: દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ બનેલા રાજનીતિક વાતાવરણ વચ્ચે સોમવારે હરિયાણાના પંચકુલાની સ્પેશયલ એનઆઇએ કોર્ટ સમજોતા બ્લાસ્ટ કેસ મુદ્દે ચુકાદો આપ્યો હતો પરંતુ તેને 14 માર્ચ સુધી ટાળી દેવામાં આવ્યો છે. આ કેસમાં ફાઇનલ દલિલો પુર્ણ થઇ ચુકી છે. કોર્ટે પોતાનો ચુકાદો 11 માર્ચ સોમવાર સુધી ટાળ્યો છે.
સુનવણી માટે સોમવારે આ મુદ્દે આરોપી અસીમાનંદ, કમલ ચૌહાણ, લોકેશ શર્મા અને રાજિંદર ચૌધરી પંચકુલા કોર્ટમાં પહોંચી ચુક્યા છે. કોર્ટની બહાર આરોપીના સમર્થકોએ ભારત માતાકી જયનાં નારા લગાવ્યા હતા. ગત્ત બુધવારે પણ સુનવણી થઇ હતી પરંતુ તે સમયે પણ ચુકાદો અનામત રખાયો હતો.
પાનીપતના ચર્ચિત સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ મામલે પંચકુલાની સ્પેશિયલ એનઆઇએ કોર્ટ આજે (11 માર્ચ) નિર્ણય સંભળાવી શકે છે. આ કેસમાં ચર્ચા થયા બાદ કોર્ટે તેમનો નિર્ણય સુરક્ષિત કર્યો હતો. આ મામલે 8 આરોપીઓમાંથી 1ની હત્યા થઇ ગઇ હતી. 3ને પીઓ જાહેર કરી દીધા હતા. 11 માર્ચે એનઆઇએ કોર્ટ સમજોતા બ્લાસ્ટ મામલે 4 આરોપીઓ સ્વામી અસીમાનંદ, લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિન્દર ચૌદરીને લઇને મોટો નિર્ણય સંભળાવી શકે છે.
વધુમાં વાંચો: રમજાન દરમિયાન ચૂંટણીમાં મુસ્લિમોના મતદાનમાં કોઇ ફર્ક નહીં પડશે: ઓવૈસી
એનઆઇએના વકીલ પીકે હાંડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ મામલે એનઆઇએ અને બચાવ પક્ષની વચ્ચે ફાઇનલ ચર્ચા થઇ ગઇ છે. ત્યારબાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત કર્યો છે. તેમણે જણાવ્યું કે 26 જૂલાઇ 2010માં આ મામલો NIAને સોંપવામાં આવ્યા હતો. 26 જૂન 2011ના આરોપીઓની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
સવર્ણોને 10 ટકા અનામત પર રોક લગાવવાનો SCનો ઇન્કાર, 28 માર્ચે સુનાવણી
જણાવી દઇએ કે ભારત-પાકિસ્તાન વચ્ચે અઠવાડીયામાં બે દિવસ ચાલતી સમજોતા એક્સપ્રેસમાં 18 ફેબ્રુઆરી 2007માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ટ્રેન દિલ્હીથી લાહોર જઇ રહી હતી. વિસ્ફોટ હરિયાણાના પાનીપત જિલ્લામાં ચાંદની બાગ સ્ટેશન અંતર્ગત સિવાહ ગામના દિવાના સ્ટેશન પાસે થયો હતો. આ ઘટનામાં 68 લોકોના મોત થયા હતા. બ્લાસ્ટમાં 12 લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટમાં મૃતક મોટાભાગના પાકિસ્તાની નાગરિક હતા. મૃતક 68 લોકોમાં 16 બાળકો સહિત 4 રેલ્વે કર્મચારી પણ સામેલ હતા.