નવી દિલ્હી : મહારાષ્ટ્રના નાસિકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરૂવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મહાજનાદેશ યાત્રાના સમાપન પ્રસંગે એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમના નિશાન પર વિપક્ષી દળ કોંગ્રેસ-એનસીપીનાં નેતાઓ રહ્યા. મોદીએ પોતાનાં ભાષણમાં કાશ્મીર સહિત રામ મંદિરનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો. બીજી તરફ મહારાષ્ટ્રનાં વિકાસ ઉપરાંત પ્રસ્તાવિત કેન્દ્રની યોજનાઓને પણ જનતા સમક્ષ મુક્યું હતું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદીએ કહ્યું કે, હું જોઇ રહ્યો છું કે છેલ્લા બે-ત્રણ અઠવાડીયાથી જોઇ રહ્યો છું કે કેટલાક નિવેદનશૂરાઓ રામ મંદિર અંગે મનફાવે તેવા નિવેદનો આપી રહ્યા છે. દેશના તમામ નાગરિકોને ભારતના સુપ્રીમ કોર્ટ પ્રત્યે સન્માન ખુબ જ જરૂરી હેય છે. જ્યારે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે જ્યારે પક્ષ પોતાની વાત મુકે છે, કોર્ટ સતત સમય કાંઢીને સમગ્ર મુદ્દાનો અભ્યાસ કરી રહ્યું હોય. ત્યારે આ નિવેદનબાજો મનફાવે તેવા નિવેદનો આપીને કોર્ટનું સન્માન કરે છે. આપણે બાબા સાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા સંવિધાન પર વિશ્વાસ રાખવો જોઇએ. આપણી ન્યાય પ્રણાલી પર વિશ્વાસ હોવો જોઇએ. માટે હું આવા નિવેદનશુરાઓને બે હાથજોડીને વિનંતી કરુ છું કે ભગવાન રામ પ્રત્યે  આંખ બંધ કરીને ભારતની ન્યાય પ્રણાલી પ્રત્યે શ્રદ્ધા રાખે.

કાશ્મીર અમારુ છે.
વડાપ્રધાને કહ્યું કે, સમગ્ર દેશને વચન આપ્યું હતું કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરીશું. આજે હું સંતોષ સાથે કહી શકુ છું કે દેશના તે સપનાને સાકાર કરવાની દિશામાં ચાલવા લાગ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ભારતના સંવિધાનને સમગ્રતાતી લાગુ કરવું માત્ર એક સરકારનો નિર્ણય નથી. , તે 130 કરોડ ભારતીયોની ભાવનાનું પ્રકટીકરણ છે. મોદીએ કાશ્મીર અંગે કહ્યું કે, કાલ સુધી અમે કહેતા હતા કે કાશ્મીર અમારુ છે. હવે દરેક હિન્દુસ્તાની કહેશે કે અમારે નવુ કાશ્મીર બનાવવાનું છે, દરેક કાશ્મીરીને ગળે લગાવવાનો છે અને ત્યાં ફરીથી સ્વર્ગ બનાવીશું. 


હિંસા ભડકાવવાના ભરપુર પ્રયાસો
વડાપ્રધાનની રેલીમાં બોલ્યા કે, દેશને અહેસાસ છે કે આ નિર્ણયની આડમાં અસ્થિરતા અને અવિશ્વાસ ફેલાવવાનાં તમામ પ્રયાસો સીમાપારથી થઇ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં હિંસા ભડકાવવા માટેના ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જમ્મુ કાશ્મીરના લોકો હિંસાથી બહાર નિકળવાનો નિર્ણય લઇ ચુક્યા છે. 

શરદ પવાર પર પ્રહાર
મોદીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ નવી સંભાવનાઓને ગળે લગાવી રહ્યા છે, પરંતુ વિપક્ષી સાથે તેમાં પણ રાજનૈતિક સ્વાર્થ શોધી રહ્યા છે. દુર્ભાગ્ય છે કે આ નિર્ણય બાદ કોંગ્રેસ, NCPના વરિષ્ઠ નેતાઓ જે પ્રકારે વર્તન અને સહયોગ કરવો જોઇએતો હતો, તેવો દેખાઇ નથી રહ્યો. દુર્ભાગ્ય છે કે શરદ પવાર જેવા વરિષ્ઠ નેતા ખોટા નિવેદન આપી રહ્યા છે. તેમણે પાડોશી દેશ સારો લાગે છે. ત્યાના શાસકૃપ્રશાસક તેમને કલ્યાણકારી લાગે છે. જો કે સમગ્ર મહારાષ્ટ્ર, સમગ્ર ભારત જનતા છે અને સમગ્ર વિશ્વ જાણે છે કે આતંકવાદની ફેક્ટ્રી ક્યાં છે. 

મોદીએ પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું કે, આજે છત્રપતિ શિવાજી મહારાજનાં વંશજ છત્રપતિ ઉદયને મારા માથે એક છત્ર મુક્યું છે. આ સન્માન પણ છે અને છત્રપતિ શિવાજી મહારાજનાં પ્રત્યે મારી ભાવનાનું પ્રતિક છે. તેઓ એક વિશેષ ધન્યતા અનુભવી રહ્યા છે અને પોતાનાં જીવનનું બહુમુલ્ય પળ માણે છે. એનસીપી નેતા ઉદયન હાલમાં જ ભાજપમાં જોડાયા હતા. 

મોટી સંખ્યામાં લોકો હાજર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે લોકસભા ચૂંટણી અંતિમ તબક્કામાં તી ત્યારે હું ડિંડોરમાં એક જનસભા સંબોધિત કરવા આવ્યો હતો. તે સભામાં લોકો એટલા હાજર રહ્યા હતા કે તેમણે સમગ્ર દેશમાં ભાજપની લહેરને વધારે પ્રચંડ બનાવી છે. આજે નાસિકની આ રેલી વધારે આગળ નિકળી ગઇ છે. એટલા બધા લોકો હાજર રહ્યા છે.