‘મન કી બાત’: 29 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે PM મોદી, મત આપવા કરી અપીલ
કર્ણાટકમા ટુમકુર જિલ્લાના શ્રી સિદ્ધગંગા મઠના ડૉક્ટર શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજી આપણી વચ્ચે રહ્યા નથી. સ્વામીજીએ તેમનું સંપૂર્ણ જીવન સમાજ સેવામાં સમર્પિત કર્યું છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (27 જાન્યુઆરી) દેશવાસીઓને તેમના રેડિયો કાર્યક્રમથી 2019ની પ્રથમ ‘મન કી બાત’ કરી રહ્યાં છે. મનની વાત કાર્યક્રમની આ 52મો એપિસોડ છે. પીએમ મોદીના કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીનો ઉલ્લેખ કર્યો તેમમે કહ્યું કે, ગત 21 તારીખે એક શોકના સમાચાર મળ્યા હતા. કર્ણાટકમા ટુમકુર જિલ્લાના શ્રી સિદ્ધગંગા મઠના ડૉક્ટર શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજી આપણી વચ્ચે રહ્યા નથી. સ્વામીજીએ તેમનું સંપૂર્ણ જીવન સમાજ સેવામાં સમર્પિત કર્યું છે.
‘પરીક્ષા પે ચર્ચા’ કરશે PM મોદી
પીએમ મોદીએ પરીક્ષાર્થીઓના સંબંધમાં પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે પરીક્ષાઓ નજીક આવી રહી છે. હું દરેક વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને શિક્ષકોને અભિનંદન પાઠવું છું. તમને આ જાણીને પ્રશંસા થશે કે હું બે દિવસ પછી 29 જાન્યુઆરીએ સવારે 11 વાગે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓના સાથે વાતચીત કરવાનો છું. આ વખતે વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓ અને શિક્ષક પણ આ કાર્યક્રમનો ભાગ બનશે.
‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો કર્યો ઉલ્લેખ’
પીએમ મોદીએ કહ્યું કે ભારતની આ મહાન ભૂમીને ઘણા મહાપુરૂષોએ જન્મ લીધો છે. એવા મહાપુરૂષોમાંતી એક હતા નેતાજી સુભાષ ચંદ્ર બોઝ. 23 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં એક અલગ અંદાજમાં તેમની જન્મ જંયતી ઉજવવામાં આવે છે. લાલ કિલ્લામાં નેતાજીના પરિવારના સભ્યોએ એક ખબુ જ ખાસ ટોપી મને ભેટમાં આપી હતી. ક્યારેક નેતાજી તે ટોપીને પહેરતા હતા. મેં સંગ્રહાલયમાં જ, તે ટોપી મુકાવી દીધી, જેનાથી ત્યાં આવતા લોકોને તે ટોપી જોવા અને તેનાથી દેશ ભક્તિની પ્રેરણા મળી રહે.