નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સંગમમાં સ્નાન કરવા માટે કુંભ નગરી પ્રયાગરાજ પહોંચ્યા. અહીં તેમણે ત્રિવેણી સંગમમાં પહોંચીને આસ્થાની ડુબકી લગાવી. સાથે જ સ્નાન કરતા પહેલા અને ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ મંત્રોચ્ચાર સાથે પુજા કરી હતી. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગંગા આરતી પણ કરી હતી. ત્યાર બાદ ત્યાં હાજર ભાજપ કાર્યકર્તાઓ અને બ્રાહ્મણોને વડાપ્રધાન મોદીએ પ્રસાદ વહેંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદી સ્વચ્છતા કર્મચારીઓની પ્રશંસા કરતા કહ્યું કે તમે તમામે સાબિત કરી દીધું છે કે વિશ્વમાં અશક્ય કંઇ પણ નથી. તેમણે કહ્યું કે, ગંગાજળમાં અત્યાર જેવી નિર્મળતા મે ક્યારે પણ જોઇ નથી. વડાપ્રધાને કહ્યું કે, આ વખતે કુંભમાં અનેક કામ પહેલી વાર થઇ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કુંભ આધ્યાત્મ, આસ્થા અને આધુનિકતાની ત્રિવેણી છે. તેમણે લોકોનાં જીવ બચાવનારા કર્મયોગીઓને નમન કર્યા હતા. 


વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં ભાગ લેશે. જેમાં તેઓ પોલીસ કર્મચારીઓ અને સફાઇ કર્મચારીઓને પ્રમાણપત્ર વિતરણ કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાના સમગ્ર કેબિનેટની સાથે સંગમમાં ડુબકી લગાવી ચુક્યા છે. આ ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સંગમમાં સ્નાન કરી ચુક્યા છે.