હિન્દુસ્તાનના મુસ્લિમોને CAA સાથે કોઈ લેવાદેવા નથી: PM મોદી
દિલ્હીમાં અનાધિકૃત કોલોનીઓને નિયમિત કરવાના નિર્ણય પર આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ. દિલ્હી પ્રદેશ ભાજપે દિલ્હીની 1734 ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા માટે આ રેલીનું આયોજન કર્યું હતું.
નવી દિલ્હી: દિલ્હીમાં અનાધિકૃત કોલોનીઓને નિયમિત કરવાના નિર્ણય પર આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ. દિલ્હી પ્રદેશ ભાજપે દિલ્હીની 1734 ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા માટે આ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બ્યુગલ ફૂંકી દીધુ છે. રામલીલા મેદાનમાં મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યા હતાં. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં નાગરિકતા કાયદાનો વિરોધ કરનારા લોકોને આડે હાથ લીધા હતાં.
લાઈવ અપડેટ્સ...
- હું તમામ આંદોલનકારીઓને અહિંસાનો રસ્તો અપનાવવાની અપીલ કરું છું.
- કોંગ્રેસના લોકો 2 દાયકાથી મારી પાછળ પડ્યા છે. જેટલી નફરત આ લોકો મને કરે છે, દેશની જનતા તેટલો જ સ્નેહ મારા પર વરસાવે છે. આ લોકો ગીધની જેમ મને નોંચતા રહેશે તો પણ હું દેશ માટે મરતો રહીશ. તમારા આશીર્વાદ આ લોકોનું દરેક કાવતરું નિષ્ફળ બનાવશે. દિલ્હીના સાથીઓ તમારો સ્નેહ હોઈને હું કઈંક માંગવા માંગુ છું. મારો તમને આગ્રહ છે કે તમે દિલ્હીમાં જે વિસ્તારમાં રહો છો ત્યાં આગામી એક સપ્તાહ સુધી સફાઈ અભિયાન ચલાવો અને 1 જાન્યુઆરી નવા વર્ષનું સ્વાગત વધુ ચોખ્ખી દિલ્હીથી કરો. બીજુ કામ આ જ રીતે સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી પણ તમારા વિસ્તારને મુક્તિ અપાવવા માટે કરો. તમારે તમારી કોલોનીને સ્વચ્છ બનાવવાનો છે.
- સીએએ વિરુદ્ધ પ્રદર્શનમાં લોકો ત્રિરંગો લઈને નીકળે છે. કેટલાક હિંસા કરે છે. ત્રિરંગો ઉઠાવવાનો અધિકાર છે પરંતુ જવાબદારી પણ છે. કોંગ્રેસ અને તેના સહયોગી એટલા માટે પણ ધૂંધવાયા છે કારણ કે આખરે મુસ્લિમ દેશોમાં મોદીને આટલું સન્માન કેમ મળે છે. અમે પોતે પાકિસ્તાનના પીએમને અહીં બોલાવ્યાં હતાં. હું પોતે પાકિસ્તાન ગયો હતો. પરંતુ મને દગો મળ્યો. આજે ઈસ્લામી દેશો સાથે અમારા સારા સંબંધ છે. પેલેસ્ટાઈન, ઈરાન, સાઉદી અરેબિયા, જોર્ડન જેવા દેશો સાથે ભારતના સંબંધો નવી ઊંચાઈએ છે. કોંગ્રેસને પરેશાની થઈ રહી છે કે મોદીને મુસ્લિમ દેશોનું સમર્થન મળી રહ્યું છે તો તેમના જૂઠ્ઠાણુ અને મુસ્લિમોને ડરાવવાના કારનામા સામે આવી જશે. તેમને ચિંતા છે કે જો મોદીને ઈસ્લામિક દેશોમાં સમર્થન મળતું રહ્યું તો અમે મુસલમાનોને કેવી રીતે ડરાવીશું. હું મુસ્લિમોને કહીશ કે તેમના ટેપ રેકોર્ડ ન સાંભળો, અમારા ટ્રેક રેકોર્ડ જુઓ, તમે આશ્વસ્ત રહો. તમારો આ સેવક દેશની એક્તા, શાંતિ, સદભાવના માટે ક્યારેય પાછો નહીં હટે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube