નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી અગાઉ અહીં તેઓ ઠાકુરનગરમાં રેલી કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે કહ્યું કે ક્રાંતિવીરોની આ ધરતીને મારા નમન છે. ઠાકુરનગર સામાજિક આંદોલનનું સાક્ષી રહ્યું છે. રેલીને સંબોધતા પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજી ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે રેલીમાં ભીડનું આ દ્રશ્ય જોઈને હવે ખબર પડે છે કે દીદી હિંસા ઉપર કેમ ઉતરી આવ્યાં છે. અમારા પ્રત્યે બંગાળની જનતાના પ્રેમથી ડરીને લોકતંત્ર બચાવવાનું નાટક કરનારા લોકો નિર્દોષ લોકોની હત્યા કરવા પર ઉતારું થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્ણ બજેટ બાદ બદલાશે તસવીર
પીએમ મોદીએ શુક્રવારે રજુ થયેલા વચગાળાના બજેટનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ઈતિહાસમાં પહેલીવાર બજેટમાં મોટી યોજનાઓની જાહેરાત કરાઈ છે. અમારી સરકાર છેલ્લા સાડા ચાર વર્ષથી લોકોના વિકાસ માટે  કામ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી બાદ જ્યારે પૂર્ણ બજેટ આવશે ત્યારે ખેડૂતો અને કામદારોની તસવીર વધુ ઉજ્જવળ બનશે. 


તેમણે કહ્યું કે દેશના 12 કરોડથી વધુ નાના મોટા ખેડૂત પરિવારો, 30-40 કરોડ શ્રમિકો, મજૂર ભાઈઓ બહેનો અને 3 કરોડથી વધુ મધ્યમ વર્ગના પરિવારને સીધો લાભ મળશે. 


કોંગ્રેસ પર સાાધ્યું નિશાન 
તેમણે કહ્યું કે દેશનું દુર્ભાગ્ય રહ્યું કે આઝાદી બાદ પણ અનેક દાયકાઓ સુધી ગામડાના સ્થિતિ પર એટલું ધ્યાન અપાયું નથી જેટલું આપવું જોઈતુ હતું. અહીં પશ્ચિમ બંગાળમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. તેમણે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની કોંગ્રેસ સરકારો પર નિશાન સાધતા કહ્યું કે જેમણે લોન લીધી તેમની 2.5 લાખની માફીનો વાયદો કર્યો હતો અને માફ થયા ફક્ત 13 રૂપિયા, આ વાર્તા મધ્ય પ્રદેશની છે. જ્યારે રાજસ્થાનની સરકારે તો હાથ જ ઊંચા કરી દીધા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...