નોઈડા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગ્રેટર નોઈડામાં ચાલી રહેલી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (કોપ)ના 14માં સંમેલનને સંબોધન કર્યું. આ સંમેલન ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના ઈન્ડિયા માર્ટ એન્ડ એક્સ્પોમાં આયોજિત થયું છે. આ દરમિયાન જળવાયુ પરિવર્તન, જૈવ વિવિધતા અને વધતા રણપ્રદેશ પર ચિંતન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીની સાથે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર પણ હાજર રહ્યાં. પીએમ મોદીએ સંમેલનમાં હાજર 196 દેશોના પ્રતિનિધિઓને સંબોધન કરતા કહ્યું કે અમે અમારી ધરતીને માતા માનીએ છીએ. સમગ્ર દુનિયા જળવાયુ પરિવર્તનની નકારાત્મક અસરો ઝેલી રહી છે. તેમણે કહ્યું કે ભારત દુનિયાને મરુસ્થલીયકરણથી બચાવવા માટે પ્રતિબદ્ધ છે. આથી ભારતે બે વર્ષ સુધી આ સંમેલનના હોસ્ટ બનવાનું નક્કી કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે અમે બાયો ફર્ટિલાઈઝરને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. કેમિકલ ફર્ટિલાઈઝરનો ઉપયોગ ઘટાડી રહ્યા છીએ. ભારતે જળ સંરક્ષણ માટે જળ શક્તિ મંત્રાલય બનાવ્યું છે. તેમણે કહ્યું કે ભારતે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. અમારું લક્ષ્ય ખેડૂતોની આવક ડબલ કરવાનો છે. 


વડાપ્રધાને કહ્યું કે ભારતના સંસ્કારોમાં ધરતી પવિત્ર છે. દરેક સવારે જમીન પર પગ રાખતા પહેલા અમે ધરતીની માફી માંગીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયામાં લોકોએ ક્લાઈમેટ ચેન્જના મુદ્દે નકારાત્મક સોચનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ કારણે સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે. વરસાદ, પૂર અને તોફા દરેક જગ્યાએ તેની અસર જોવા મળી રહી છે. 


તેમણે કહ્યું કે ભારતે આ મુદ્દે ત્રણ મોટા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તેનાથી અમારી કોશિશો અંગે દુનિયાને જાણ થાય છે. પીએમએ  કહ્યું કે ભારત જળવાયુ પરિવર્તન, જૈવ વિવિધતા અને ભૂમિ સંરક્ષણ મુદ્દે દુનિયામાં અનેક પગલાં ઉઠાવવા તૈયાર છે. તેમણે કહ્યું કે આજે દુનિયામાં પાણીની સમસ્યા ઘણી વધી છે. દુનિયાએ આજે પાણી બચાવવા માટે એક સેમિનાર બોલાવવાની જરૂર છે. જેથી કરીને આ મુદ્દે ઉકેલ લાવી શકાય. ભારત પાણી બચાવવા, પાણીનો યોગ્ય ઉપયોગ કરવા માટે પગલું આગળ વધારી ચૂક્યું છે. ભારતે ગ્રીન કવર (વૃક્ષોની સંખ્યા)ને વધારી, 2015-17 વચ્ચે ભારતનો જંગલ એરિયા પણ વધ્યો છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...