લખનઉ : ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી (Samajwadi Party) અને બહુજન સમાજ પાર્ટી  (Bahujan Samaj Party)ના મહાગઠબંધન (Grand Alliance)ની આજે અધિકારીક જાહેરાત કરવામાં આવશે. સપાના રાષ્ટ્રિ અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) અને બસપા સુપ્રીમો માયાવદી (Mayawati)એ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન સીટોની વહેંચણી અંગે મહત્વની જાહેરાત કરાઇ હતી. જો કે આ મહાગઠબંધનનો હિસ્સો રાષ્ટ્રીય લોકદળ, નિષાદ પાર્ટી, પીસ પાર્ટી સહિત અને નાના દળ બને તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022ની વિધાનસભા ચૂંટણી પણ સાથે લડીશું
બસના સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, સપા અને બસપા ગઠબંધન સ્થાયી છે. 2019માં જ નહી પરંતુ 2022ની લોકસભા ચૂંટણી પણ સાથે જ લડાશું. ત્યાર બાદની ચૂંટણી પણ અમે સાથે જ લડીશું. આ એક અતુટ ગઠબંધન છે. જેને તોડવું અશક્ય છે.


દેશમાં અરાજકતાનું વાતાવરણ
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, સમગ્ર દેશમાં અરાજકતાનું વાતાવરણ છે. પ્રદેશમાં ભુખમરો અને ગરીબી ચરમ પર છે. ભાજપ ધર્મનાં નામે રાજનીતિ કરી રહ્યા છે. ભાજપનાં રાજમાં દરેક વ્યક્તિ પરેશાન છે


માયાવતીનું અપમાન મારૂ અપમાન
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, માયાવતી પર ભાજપ નેતાઓએ અશોભનીય ટિપ્પણીઓ કરી. આ નેતાઓની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી. હું જણાવવા માંગીશ કે માયાવતીજીનું સન્માન મારૂ સન્માન છે. તેમનું અપમાન મારૂ અપમાન છે.


ફઇ- ભત્રીજાએ સરખે ભાગે સીટો વહેંચી
બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, સપા અને બસપા 38-38 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ માટે રાયબરેલી અને અમેઠી સીટ છોડી દેવામાં આવી છે. તે ઉપરાંત બાકી બે સીટો પોતાનાં સહયોગીઓ માટે છોડવામાં આવી છે. માટે કુલ 80 પૈકી 76 સીટો પર સપા અને બસપા પોતાનાં ઉમેદવારોને ઉતારશે


ભાજપ અને કોંગ્રેસ બંન્ને એક જેવી પાર્ટી : માયાવતી
કોંગ્રેસના ગઠબંધન નહી કરવાનાં સવાલ અંગે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, આઝાદીના લાંબા સમય સુધી દેશ અને મોટા ભાગના રાજ્યો પર કોંગ્રેસે રાજ કર્યું. કોંગ્રેસનાં શાસનકાળમાં ગરીબી, ભ્રષ્ટાચાર વધ્યો છે. કોંગ્રેસ અને ભાજપની વિચારસરણી તથા કાર્યશૈલી એક જેવી જોવા મળે છે. સંરક્ષણ સોદાની ખરીદીમાં આ બંન્ને સરકારોએ જબરદસ્ત ગોટાળા કર્યા છે. 

યૂપીમાં ભાજપે બેઇમાનીથી સરકાર બનાવી
બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, ભાજપે બેઇમાનીથી સરકાર બનાવી છે. જનવિરોધીઓને સત્તામાં આવતા અટકાવો. ભાજપની અહંકારી સરકારથી લોકો પરેશાન છે. જે રીતે આપણે મળીને પેટાચૂંટણીમાં ભાજપને હરાવ્યા છે, તે જ પ્રકારે અમે લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવીશું.


મોદી-શાહની ઉંઘ ઉડાડનારી પ્રેસ કોન્ફરન્સ
બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, તે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉંધ ઉડાડનારી પ્રેસ કોન્ફરન્સ છે. જનહિતમાં સપા અને બસપાનું ગઠબંધન થયું. ભાજપનાં સરમુખત્યાર વલણથી જનતા પરેશાન છે. લખનઉ ગેસ્ટ હાઉસકાંડથી પણ ઉપર ઉઠીને આ ગઠબંધન થઇ રહ્યું છે. 

માયાવતી અને અખિલેશ તાજ હોટલ ખાતે પહોંચ્યા
માયાવતી અને અખિલેશ તાજ હોટલ પહોંચી ચુક્યા છે. અખિલેશે માયાવતીની આગેવાની કરી. સાથે જ બસપાના મહાસચિવ સતીષ ચંદ્ર મિશ્રા પણ હાજર છે.