Live: PM મોદીના મંત્રીમંડળમાં અમિત શાહ સામેલ, મળી શકે છે નાણા મંત્રાલય
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં ભારે બહુમત સાથે જીત બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન પદ માટે બીજી વખત શપથ ગ્રહણ કરશે. સાંજે 7 વાગે તેમનો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં ભારે બહુમત સાથે જીત બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન પદ માટે બીજી વખત શપથ ગ્રહણ કરશે. સાંજે 7 વાગે તેમનો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહમાં 4 દેશના રાષ્ટ્રપતિ, 3 દેશના વડાપ્રધાન તેમજ એક ખાસ દૂત સામેલ થશે. આ ઉપરાંત દેશના મોટાભાગીની પાર્ટીઓના પ્રમુખ પણ તેમાં ભાગ લેશે. તે પહેલા ગુરૂવાર સાવરે રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેઓ અટલ સ્મૃતિ સ્થળ ગયા. ત્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદી ત્યારબાદ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ગયા. ત્યા તેમણે શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
જુઓ Live અપડેટ:-
- 04:58 વાગ્યે:- અમિત શાહને મંત્રીમંડળમાં સમાવતા જે.પી નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સ્થાન મળે તેવી શક્યતા.
- 04:45 વાગ્યે:- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં અમિત શાહનો સમાવેશ. અમિત શાહને નાણ મંત્રાલય મળી શકે છે. જીતુ વાઘણીએ ટ્વિટ કરી અમિત શાહને શુભેચ્છાઓ પાઠવી.
[[{"fid":"217869","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"13":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"13"}}]]
- 03:30 વાગ્યે:- પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી પણ દિલ્હી આવી પહોંચ્યા છે.
[[{"fid":"217855","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"12":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"12"}}]]
- 03:20 વાગ્યે:- પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે કિર્ગિઝ્સ્તાનના રાષ્ટ્રપતિ Sooronbay Jeenbekov પણ દિલ્હી આવી પહોંચ્યા છે.
[[{"fid":"217853","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"11":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"11"}}]]
- 03:04 વાગ્યે:- શપથ ગ્રહણ પહેલા પીએમ મોદીથી ફરી મળવા પહોંચ્યા ભાજપ અધ્યક્ષ અમિત શાહ, બંને વચ્ચે આજે સવારે પણ દોઢ કલાક મિટિંગ ચાલી હતી.
- 01:24 વાગ્યે:- આ નેતાઓને વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી ફોન આવવાનો શરૂ થઇ ગયો છે. સૂત્રોના અનુસાર પીએમ મોદીની નવી કેબિનેટમાં 65થી 70 મંત્રીઓ સામેલ થઇ શકે છે.
- 01:24 વાગ્યે:- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહથી થોડા કલાક પહેલા તેમના નવા મંત્રીમંડળમાં શામેલ થનારા સંભવિત ચહેરાઓના નામ સામે આવ્યા છે.
- 12:16 વાગ્યે:- પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલા પીએમ મોદી તેમના નવા મંત્રીમંડળના સંભવીત મંત્રીઓથી સાંજે 4:30 વાગે મુલાકાત કરશે.
- 11:59 વાગ્યે:- ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળવા સંગઠન મંત્રી રામલાલ તેમના ઘરે પહોંચ્યા, અમિત શાહ, રામલાલ અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક ચાલી રહી છે.
- 11:54 વાગ્યે:- પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે વિયતનામના રાષ્ટ્રપતિ યૂવિન મિંટ પણ દિલ્હી આવી પહોંચ્યા છે.