નવી દિલ્હી: કોંગ્રેસના અધ્યક્ષ પર પરથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી ગુરૂવારે આરએસએસ માનહાનિ કેસમાં મુંબઇની શિવડી કોર્ટમાં હાજર થયા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમમે કહ્યું કે, હું આ કેસમાં દોષિત નથી, હું નિર્દોષ છું. કોર્ટે તેમના 15 હજાર રૂપિયાના જામિનખત આધારે જામીન મંજૂર કર્યા છે. તેમના જામિનખત કોંગ્રેસ નેતા એકનાથ ગાયકવાડે ભર્યા. આ ઉપરાંત કેસ સંબંધિત હાજર થવા માટે સીપીઆઈ (એમ) નેતા સીતારામ યેચૂરી પણ કોર્ટ પહોંચ્યા હતા. પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડમાં વિવાદિત નિવેદનોમાં ફસાયેલા રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીએ ગૌરી લંકેશ હત્યાકાંડમાં વિવાસ્પદ નિવેદનો આપતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને લઇને આપત્તિજનક ટિપણી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે નેતાઓની થશે બેઠક, CWC મીટિંગનો દિવસ થશે નક્કી


રાહુલ ગાંધીના રાજીનામા પર બોલી પ્રિયંકા, ‘બહુ ઓછા લોકોમાં આવી હિંમત... નિર્ણયને દિલથી સન્માન’


કોર્ટે ગત સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલોએ કોર્ટમાં જણાવ્યું હતું કે, લોકસભા ચૂંઠણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી રાહુલ ગાંધી કોર્ટમાં આવી શક્યા નહોતા. કોર્ટે રાહુલ ગાંદીને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી પહેલાથી જ રાજકીય સંકટમાં ઘેરાયેલી છે. બુધવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાહુલ ગાંધીની અધ્યક્ષ ખુરશી પર ઇન્ટરિમ અધ્યક્ષ તરીકે પાર્ટીના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું નામ સામે આવ્યું છે. આ વચ્ચે કોર્ટમાં હાજરી માટે કોંગ્રેસના યુવરાજ ગુરૂવારે મુંબઇની કોર્ટની સુનાવણીમાં હાજરી આપવા પહોંચ્યા છે.


કાવડ યાત્રામાં ડીજે અને માઇક પર નહીં લાગે પ્રતિબંધ, માત્ર વાગશે ભજન: CM યોગી


રાહુલ ગાંધી છેલ્લા કેટલાય સમયથી કોર્ટ કેસોમાં કંઇક વધારે ફસાયેલા છે. ગૌરી લંકેશ હત્યાકાંડ મામલે RSS પર નિવેદન આપવું રાહુલ ગાંધીના ગળાની ફાંસ બની ગયું છે. જેમાં તેઓ શિવડી કોર્ટમાં પહેલી વખત હાજરી આપી રહ્યા છે. રાહુલ ગાંધી પર મુંબઇ નજીક આવેલી ભિવંડી કોર્ટમમાં પહેલાથી જ એક કેસ દાખલ છે. રાહુલ ગાંદીએ નિવેદન આપતા કહ્યું હતું કે, મહાત્મા ગાંધીની હત્યામાં RSS સામેલ હતું. આ નિવેદન સામે RSSના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી સામે ભિવંડી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે હચુ રપણ ચાલી રહ્યો છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...