નવી દિલ્હી : પુલવામાં આતંકવાદી હૂમલો પર દેશની સુરક્ષા અને આતંકવાદીને પહોંચી વળવા માટે ગૃહમંત્રી રાજનાથસિંહ ઉચ્ચસ્તરીય બેઠક કરી રહ્યા છે. રાજનાથનાં સરકારી આવાસ પર ચાલી રહેલી આ બેઠકમાં રો ચીફ એકે ધસ્માના, આઇબીનાં એડિશનલ ડાયરેક્ટર અરવિંદ કુમાર,  કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગોબા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાજર રહેશે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં પાકિસ્તાનનાં મુદ્દે પણ રણનીતિ બનાવવામાં આવી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, સવારે રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંસદમાં સર્વદળીય બેઠક પણ થઇ છે. આ અગાઉ રાજનાથસિંહના આવાસ પર એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ આ બેઠક બાદ કહ્યું કે, દેશની સુરક્ષા  અને એકતા માટે અમે સરકાર અને સુરક્ષાદળોની સાથે ઉભા છીએ.  સમગ્ર દેશ સેના, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસોની સાથે છીએ. આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં અમે હંમેશા સરકારની સાથે રહીશું. પછી તે કાશ્મીર હોય કે કોઇ અન્ય સ્થાન. પુલવામાં હૂમલામાં દેશમાં આક્રોશ છે. 


સર્વદળીય બેઠકમાં કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ ગોબા, નેશનલ કોન્ફરન્સ નેતા ફારુક અબ્દુલ્લા, લોક જનશક્તિ પાર્ટી પ્રમુખ રામ વિલાસ પાસવાન, શિવસેના નેતા સંજય રાઉત, કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગુલામ નબી આઝાદ પણ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલા મંત્રિમંડળની સુરક્ષા મુદ્દાની સમીતિની બેઠકમાં સર્વદળીય બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અગાઉ નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, આ ઘટના અંગે તમામ પાર્ટીઓની માહિતી આપવા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી જેથી સમગ્ર દેશ આ મુદ્દે એક સ્વરમાં વાત કરી શકે.


બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરીથી પુલવામા આતંકવાદી હૂમલાના ગુનેગારોને તેમના કહેલાની સજા આપવા માટેની વાત કરી છે. શનિવારે મહારાષ્ટ્રનાં યવતમાલમાં યોજનાઓનો શુભારંભ કરવા પહોંચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું જનતા છું અને જાણુ છું કે લોકો કેવી ગેહરી વેદનામાંથી પસાર થઇ રહ્યા છે. પુલવામામાં જે થયું તેના મુદ્દે તમારા આક્રોશને હું સમજી શકું છું. જે પરિવારે પોતાનાં લાલને ગુમાવ્યો છે, તેમની પીડા હં અનુભવ કરી શકું છું. તેમણે આગળ કહ્યું કે, આ શહીદોનો બલિદાન વ્યર્થ નહી જાય. આતંકવાદી સંગઠનોએ, આતંકવાદીઓએ જે ગુનો કર્યો છે, તેઓ જેટલા પણ છુપાય જાવ, તેમને સજા જરૂર આપવામાં આવશે.