નવી દિલ્હી: લોકસભામાંથી પસાર થયા બાદ ટ્રિપલ તલાક બિલ મંગળવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે બપોર 12 વાગ્યે સદનમાં બિલ રજૂ કર્યું. જણાવી દઇએ કે, આજે આ બિલ રજૂ થવાને લઇને ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ તેમની પાર્ટીના દરેક સાંસદોથી કહ્યું કે, આજે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર હાજર રહે. આ સાથે જ તે પણ કહ્યું કે, બિલ પર મત વિભાનજના સમયે સાંસદોની હાજરી જરૂરી છે. ભાજપ સંસદીય દળની બેઠકમાં અમિત શાહએ આ વાત કરી હતી. આ સાથે જ એ પણ કહ્યું કે, આવનારા દિવસોમાં સાંસદો માટે બે દિવસનો વર્કશોપ છે, તે દિવસે જરૂરી હાજર રહે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ટ્રિપલ તલાક: શાહે સાંસદોને કહ્યું- રાજ્યસભામાં મત વિભાજન સમયે હાજરી જરૂરી


ટ્રિપલ તલાક બિલ અપડેટ્સ:-


  • ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા વચ્ચે જેડીયૂએ આ મુદ્દે સદનથી વોકઆઉટ કર્યું, જ્યારે બીજેડીએ આ મામલે સરકારને સમર્થન કરવાની જાહેરાત કરી છે. હાલ સદનમાં કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

  • અમારી સરકારને દેશની દરેક દીકરીની ચિંતા છે: નકવી

  • મહિલાઓ માટે મોદી સરકાર ઘણી કલ્યાણકારી યોજનાઓ લઇને આવ્યા: નકવી

  • ઘણા સવાલ છે, જેના જવાબ કાયદા મંત્રીજી આપશે: નકવી

  • ટ્રિપલ તલાક જેવી કુપ્રથાને દુર કરવાની ચર્ચાને દેશ જોઇ રહ્યું છે: નકવી

  • જેડીયૂ બાદ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી બોલ્યા.

  • ટીએમસીના સવાલ પર જવાબ આપતા ડેપ્યૂટી સ્પીકર હરિવંશે કહ્યું કે, તમે હાજર ન હતા. જેડીયુ નેતાને જવું હતું તેથી તેમને એક તક આપવામાં આવી.

  • તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે ભાજપ કોંગ્રેસ બાદ અમને બોલવાની તક જોઇએ છે.

  • હું આજે અસંમત છું, કાલે તેના પર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ હું તેના પર સંમત થવાનો પ્રયત્ન કરીશ: જેડીયૂ

  • હું માનું છું કે આ બિલ એક પ્રશ્ન છે, પરંતુ તેના પર જાગૃતિ લાવવાની જરૂરીયાત છે: જેડીયૂ

  • બાળ વિવાહ ગંભીર સમસ્યા છે, તે સમસ્યાઓ વધી રહી છે. તેને દૂર કરવામાં સમય લાગે છે: જેડીયૂ

  • જેડીયૂ નેતા વરિષ્ઠ નારાયણ સિંહએ કહ્યું, વિકાસની યાત્રા ક્યારેય પૂરી થતી નથી.


[[{"fid":"226430","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


  • આ જાતીય ન્યાય, ગૌરવ અને સમાનતાનો મામલો છે: કાયદા મંત્રી


વધુમાં વાંચો:- ગુમ થયા પહેલા CCDના માલિકે કર્મચારીઓને લખ્યો પત્ર, જાણો શું કહ્યું પત્રમાં


ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ, 2019 બપોર 12 વાગ્યે રાજ્યસભા રજૂ કરશે. આ સંબંધમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સદનમાં બાકી 11 બિલને આજે રજૂ કરવામાં આવશે. અત્યાર સુધી 15 બિલ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા છે. 6 બિલ માત્ર લોકસભામાંથી પસાર થયા છે અને 4 બિલ માત્ર રાજ્યસભામાંથી પસાર થયા છે.


વધુમાં વાંચો:- ભારતીય રેલવેમાં 3 લાખ કર્મચારીઓની જઇ શકે છે નોકરી


લોકસભામાં મંજૂરી મળ્યા બાદ ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર રોક લગાવવાના ઉદેશ્યથી લાવવામાં આવેલા ‘મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ’ને મોદી સરકાર આજે (મંગળવાર) રાજ્યસભામાં રજૂ કરશે. સરકાર દરેક પરિસ્થિતિમાં આ બિલને પસાર કરવા ઇચ્છે છે, તેથી ભાજપે તેમના દરેક સાંસદોને મંગળવારે સદનમાં સંપૂર્ણ સમય હાજર રહેવાનો આદેશ આપ્યો છે. તેના માટે પાર્ટીએ સોમવારે 3 લાઇનનું વ્હિપ જાહેર કર્યું હતું. જાહેર કરેલા વ્હિપમાં કહેવામાં આવ્યું છે કે, મંગળવાર બંને સદનોના સભ્યો હાજર રહેશે અને સરકાર દ્વાર રજૂ કરવામાં આવેલા બિલનું સમર્થન કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, બપોર 12 વાગ્યે બિલ સદનમાં રજૂ કરવામાં આવશે.


વધુમાં વાંચો:- ટ્રિપલ તલાક: મહત્વનો છે આજનો દિવસ, રાજ્યસભામાં રજૂ કરશે બિલ


સપા રોકવા માગે છે બિલ
ત્યારે, સમાજવાદી પાર્ટી નથી ઇચ્છતી કે આ બિલ રાજ્યસભામાંથી પસાર થાય. તેથી આ બિલનો વિરોધ કરવા માટે તેમણે પહેલાથી જ તેમના દરેક સાંસદોને સદનમાં સંપૂર્ણ સમય હાજર રહેવાનો આદેશ આપ્યો છે. રાજ્યસભામાં સપાના ચીફ વ્હિપ રવિ વર્માએ દરેક સાંસદોને કહ્યું કે, આગામી સપ્તાહ કોઇ મહત્વપૂર્ણ બિલ રાજ્યસભામાં આવવાનું છે. તેથી દરેક સાંસદોની હાજરી અનિવાર્ય છે. આ સમયે રાજ્યસભામાં સપાના 12 સાંસદો છે.


વધુમાં વાંચો:- કર્મચારીની લેખીત પરવાનગી વગર ઓવરટાઇમ નહી કરાવી શકાય, મળશે બમણુ વેતન


સપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી ટ્રિપલ તલાક બિલને રાજ્યસભામાં રોકવા ઇચ્છે છે. તેથી આ વ્હિપ સપાએ જાહેર કર્યું છે. ગુરૂવારે લોકસભામાં ટ્રિપલ ટલાક બિલ પસાર થઇ ગયું છે. જેને કાનૂની માન્યતા માટે રાજ્યસભામાંથી પસાર થવું અનિવાર્ય છે. પરંતુ રાજ્યસભામાં એનડીએની પાસે બહુમત ન હોવાના કારણે આ બિલ અટકી શકે છે. જોકે, ભાજપનો પ્રયત્ન રહેશે કે ફ્લોર મેનેજમેન્ટના માધ્યમથી આ વખતે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાંથી પસાર કરવામાં આવે.


વધુમાં વાંચો:- જનાજામાં નમાજ પઢાવવા આવ્યા હતા ઇમામ, મૃતક જીવીત થતા પોતે જ મરી ગયા !


બિલ પર સમગ્ર દેશની નજર
જ્યારે યુએપીએ બિલ અને ટ્રિપલ તલાક બિલ પર સમગ્ર દેશની નજર છે. તે દરમિયાન જોવાનું રહેશે કે કેન્દ્ર સરકાર તેને રાજ્યસભામાંથી પસાર કરવામાં સફળ થઇ શકે છે કે નહીં.


વધુમાં વાંચો:- કોંગ્રેસમાં પ્રિયંકાને અધ્યક્ષ બનાવવા પ્રબળ સુર, થરૂર બાદ કેપ્ટને પણ કરી માંગ


અનેક પક્ષો કરી ચુક્યા છે વોકઆઉટ
તમને જણાવી દઇએ કે, કોંગ્રેસ, ટીએમસી, આરજેડી, સપા અને બસપા જેવી પ્રમુખ પાર્ટિઓ ટ્રિપલ તલાક બિલની સામે છે. ત્યારે ભાજપના સહયોગી જેડીયૂ પણ ટ્રિપલ તલાક મુદ્દે લોકસભાથી વોકઆઉડ કરી ચુકી છે. તેવી પરિસ્થિતિમાં રાજ્યસભામાં વિપક્ષી એકતા કેટલી અસરકારક સાબિત થાય છે, તે તો ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં રજૂ થયા બાદ જ ખબર પડી શકશે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...