અભિનંદન...અભિનંદન... અભિનંદન...
વિંગ કમાન્ડર અભિનંદનની ભારત પરત ફરવાની દસ્તાવેજી કાર્યવાહી પાકિસ્તાન દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને આજે સાંજે એમને મુક્ત કરવામાં આવશે. સાંજે ચાર વાગ્યાના અરસામાં વાઘા બોર્ડર પર પાકિસ્તાન દ્વારા અભિનંદનને ભારત મોકલવામાં આવશે જ્યાં ભારતીય સેના દ્વારા ઉમળકાથી સ્વાગત કરાશે. વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાની લડાકૂ વિમાન F16 તોડી પાડ્યું હતું.
નવી દિલ્હી/ઈસ્લામાબાદ: ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આજે પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવશે. તેઓ વાઘા બોર્ડરથી ભારત પાછા ફરશે.બપોરે લગભગ 3 વાગે અટારી-વાઘા બોર્ડર દ્વારા તેમની વતન વાપસી થશે. અભિનંદનને ભારત પાછા લાવવાની પ્રક્રિયા પૂરી કરવા માટે શુક્રવારે સવારે જ ભારતીય દૂતાવાસ અને ભારતીય વાયુસેનાના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતાં. અભિનંદનને વાઘા બોર્ડરથી ભારતને આજે 3થી 4ની વચ્ચે સોંપવામાં આવશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એ વાતની પણ પુષ્ટિ કરી કે અભિનંદનને શુક્રવારે બપોરે વાઘા બોર્ડરના રસ્તે ભારતને સોંપાશે. આ દરમિયાન બિટિંગ રિટ્રિટ સેરેમની પણ આજે રદ કરવામાં આવી છે. બોર્ડર પર ગરુડ કમાન્ડોનો કાફલો તહેનાત કરાયો છે.
અમિત શાહે કહ્યું સમગ્ર દેશ ખુશ છે
વિંગ કમાન્ડર અભિનંદન પરત ફરવા અંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, સમગ્ર દેશ અભિનંદનના સમાચાર સાંભળીને ખુશ છે.
ભારત આવ્યા અભિનંદન, આગળ મેડિકલ ચેકઅપ થશે
વાયુસેનાના એર વાઇસ માર્શલ રવિ કપુરે મીડિયાને સંબોધિત કર્યા, તેમણે કહ્યું કે, ભારતીય વાયુ સેનાનાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર હેઠળ અભિનંદન વર્તમાનને પાકિસ્તાનને ભારતને સોંપી દીધા. આગળ તેમનું મેડિકલ ચેપઅપ થશે.
પાકિસ્તાન તરફથી પ્રેસ રિલીઝ
પાકિસ્તાનની તરફથી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, અભિનંદન વર્તમાનને સંપુર્ણ મર્યાદા સાથે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. અને તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવામાં આવ્યું.
ભારત પહોંચ્યા વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન
ભારત તરફ આગળ વધ્યા વિંગ કમાન્ડર અભિનંદન
પાકિસ્તાનથી હિન્દુસ્તાનની જમીન પર કદમ મુકીને વિંગ કમાન્ડર અભિનંદન, તેમની સાથે પાકિસ્તાનનાં અનેક અધિકારીઓ હાજર છે.
08.30 વાગ્યે પરત ફરશે અભિનંદન
પાકિસ્તાન તરફથી ડોક્યુમેન્ટેશન કાર્યવાહીમાં લાગી રહેલા સમયના કારણે હવે સાડા આઠ વાગ્યે અટારી બોર્ડર પર પહોંચવાની શક્યતા છે.
અભિનંદનને રિસીવ કરવા બોર્ડર પહોંચ્યા અધિકારી
ભારતીય સેના અને બીએસએફનાં અધિકારીઓ અભિનંદનને રિસીવ કરવા માટે વાઘા બોર્ડર પહોંચી ચુક્યા છે. આગળની પ્રક્રિયામાં વધારે 15 મિનિટનો સમય લાગી શકેા છે.
ડોક્યુમેન્ટની કાર્યવાહીમાં ફસાઇ સમગ્ર પ્રક્રિયા એક કલાક જેટલા સમયમાં આવી શકે છે.
વિંગ કમાન્ડરે ભારત આવ્યાનાં 1 કલાકનો સમય લાગી શકે છે. કેટલીક ડોક્યુમેન્ટેશન પ્રોસેસ અધુરી હોવાના કારે સમય લાગી રહ્યો છે. દસ્તાવેજોના વેરીફિકેશનનું કામ ચાલી રહ્યું છે.
ભારતની મેડિકલ ટીમ કરશે અભિનંદનની તપાસ
થોડા સમયમાં અટારી બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ. તેને એર માર્શલ રવિ કપૂરને સંબોધિત કરશે. તે અગાઉ વિંગ કમાન્ડરે અભિનંદન વર્તમાનની મેડિકલ તપાસ કરવામાં આવશે.
અટારી બોર્ડર પર હળવો વરસાદ
વિંગ કમાન્ડર અભિનંદનની રાહ જોવાઇ રહી છે. આ રાહ ધીમે ધીમે લંબાતી જાય છે. અટારી બોર્ડર પર હળવો વરસાદ ચાલુ થઇ ચુક્યો છે.
અભિનંદનને સોંપીને પાકિસ્તાને એહસાન નથી કર્યો
કેન્દ્રીય મંત્રી વી.કે સિંહે કહ્યું કે, પાકિસ્તાનના વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને પરત સોંપીને કોઇ એહસાન નથી કર્યું. તેમણે કહ્યું કે, યુદ્ધના સમયે પકડાયેલા સૈનિકોને જીનીવા કન્વેંશન હેઠળ સોંપવા જ પડે છે. આપણે તે સમજવું જોઇએ કે 1971ના યુદ્ધ દરમિયાન ભારતે પણ 90 હજાર પાકિસ્તાની યુદ્ધબંદ્ધીઓએને મુક્ત કર્યા હતા.
વતન પરત ફરી ચુક્યા છે વિંગ કમાન્ડર અભિનંદન
લાંબા સમય રાહ જોયા બાદ વિંગ કમાન્ડર અભિનંદન પરત ફરી ચુક્યા છે. અટારી બોર્ડર પર તમામ ડોક્યુમેન્ટેશન પ્રક્રિયાઓ પુર્ણ કર્યા બાદ પાકિસ્તાનનાં રેન્જર્સે તેમને ભારતીય અધિકારીઓને સોંપી દેવામા આવ્યા.
એર માર્શલ રવિ કપૂર મીડિયાને આપશે માહિતી
અટારી બોર્ડર પર એર વાઇસ માર્શલ રવિ કપૂર વિંગ કમાન્ડર અભિનંદન પરત ફર્યા બાદ મીડિયાને સંબોધિત કરશે
થોડા સમયમાં મીડિયા બ્રીફિંગ
બીએસએફ અધિકારી અટારી બોર્ડર પર થોડા સમયમાં મીડિયા બ્રીફિંગ કરી શકે છે. તેના માટે અટારી બોર્ડર પર તૈયારી કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન હાજર રહી શકે છે.
ભારતીય હાઇકમિશનનાં અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચ્યા
ભારતીય હાઇકમિશ્નરનાં અધિકારીઓ હાલ અટારી બોર્ડર પહોંચ્યા છે. ભારતીય હાઇકમિશનનાં ઉચ્ચ અધિકારી ઇસ્લામાબાદથી જ તમામ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.
વેલકમ હોમ સ્વીટ હોમ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિંગ કમાન્ડર અભિનંદનનું સ્વાગત કર્યું છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, વેલકમ હોમ... સ્વીટ હોમ...
અભિનંદનનું મેડિકલ ચેકઅપ થઇ રહ્યું છે.
વિંગ કમાન્ડર અભિનંદનનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ તેમનાં મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ત્યાર બાદ તેમને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે.
અટારી બોર્ડર પર એમ્બ્યુલન્સ હાજર
એરફોર્સની એમ્બ્યુલન્સ અને ફીલ્ડ માર્શલ હોસ્પિટલનાં એમ્બ્યુલન્સ અટારી બોર્ડર પર હાલનાં સમયે હાજર છે. જેમ કે કમાન્ડર અભિનંદન અહીં પહોંચશે. એરફોર્સના અધિકારી તેમને સાથે લઇ જશે. ત્યાર બાદ તેમને અમૃતસર લઇ જવામાં આવશે.
ભારત માતાની જયના નારા ગૂંજ્યા
અભિનંદનને આવકારવા માટે ભારત માતા કી જયના નારા ગૂંજી રહ્યાં છે. અટારી વાઘા બોર્ડર પર વાયુસેનાનું પ્રતિનિધિમંડળ પણ પાકિસ્તાનથી અભિનંદનને રિસિવ કરવા માટે હાજર છે. અહીંથી તેમને અમૃતસર એરબેઝ લઈ જવામાં આવશે. ત્યાંથી વિમાન દ્વારા દિલ્હી લઈ જવાશે.
વાયુસેનાનું એક પ્રતિનિધિ મંડળ વાઘા બોર્ડર પહોંચ્યું
વાયુસેનાનું એક પ્રતિનિધિમંડળ હાલ વિંગ કમાન્ડરને લેવા માટે વાઘા બોર્ડર પહોંચી ગયું છે. અભિનંદનને અટારી-વાઘા બોર્ડરથી અમૃતસર એરબેઝ અને ત્યાર બાદ વિમાનથી દિલ્હી લાવવામાં આવશે. ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે અટારી-વાઘા બોર્ડર પર થતી બીટીંગ રિટ્રિટ સેરેમની પણ આજે થશે નહીં.
લોકો ઉમટી પડ્યાં
વિંગ કમાન્ડર અભિનંદનના સ્વાગત માટે અટારી વાઘા બોર્ડર પર મોટી સંખ્યામાં લોકો હાજર છે. બોર્ડર પર એક એમ્બ્યુલન્સ પણ તહેનાત કરાઈ છે. બોર્ડર પર હાજર લોકોમાં તેમના પરિવારના સભ્યો પણ સામેલ છે. ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસે અભિનંદનની વાપસી માટેની દસ્તાવેજી પ્રક્રિયા પૂરી કરી લીધી છે.
દસ્તાવેજી પ્રક્રિયા પૂરી
પાકિસ્તાનના સમાચાર પત્ર ડોનની વેબસાઈટમાં પ્રકાશિત અહેવાલ મુજબ કાર્યવાહી ભારતીય રાજદૂત ગૌરવ આહલૂવાલિયાએ શુક્રવારે ભારતીય પાઈલટને ભારત પાછા લાવવા માટેની ઔપચારિકતા પૂરી કરવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની મુલાકાત લીધી. જો કે પાકિસ્તાને વિંગ કમાન્ડરને વિમાનના રસ્તે ભારત પાછા લાવવાની માગણી ઠુકરાવી દીધી છે. અભિનંદનને ઈસ્લામાબાદથી લાહોર લાવવામાં આવ્યો છે.
વિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસીને લઇને દેશભરમાં ખુશીનો માહોલ છે. વિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસીને લઇને વાઘા બોર્ડર પર સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી છે. દેશવાસીઓ મોટી સંખ્યામાં બોર્ડર પર પહોંચી રહ્યા છે. વાયુસેનાનું એક પ્રતિનિધિ મંડળ શુક્રવારે વિંગ કમાન્ડર અભિનંદનને લેવા માટે વાઘા બોર્ડર આવશે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનનો કબ્જો ભારતીય સેનાને સોંપવામાં આવશે કે રેડ ક્રોસને સોંપવામાં આવશે.
અભિનંદનનું મિગ-21 વિમાન બુધવારે સવારે પાકિસ્તાનના હુમલાને રોકવા માટે પાકિસ્તાની લડાકૂ વિમાનોનો પીછો કરી રહ્યું હતું એવામાં એમનું વિમાન ક્રેશ થતાં એ પેરાશૂટ દ્વારા નીચે કૂદયા હતા. જોકે એ પાકિસ્તાન હસ્તક કાશ્મીર (પીઓકે) વિસ્તારમાં આવી ગયા હતા. જેને પગલે પાકિસ્તાની સેનાએ એમને હિરાસતમાં લીધા હતા. પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને ગુરૂવારે સંસદમાં જાહેરાત કરી હતી કે અભિનંદનને સદભાવ સાથે શુક્રવારે મુક્ત કરવામાં આવશે.
ભારતે કહ્યું કે તે ઈચ્છે છે કે પાકિસ્તાન આતંકવાદ પર કાર્યવાહી કરે. ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે અભિનંદન પર કોઈ જ ડીલ નહીં થાય. તેમને કોઈ પણ શરત વગર ભારત પાછો મોકલવો જ પડશે. ભારતીય વાયુસેનાએ પણ ગઈ કાલે કહ્યું કે તેમને ખુશી છે કે પાકિસ્તાન દ્વારા પકડાયેલા વિંગ કમાન્ડર અભિનંદન ઘરે પાછા ફરશે. જો કે પાકિસ્તાનના સદભાવના સંદેશ તરીકે છોડી મૂકવાની પહેલને તેમણે ફગાવી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ છૂટકારો જીનિવા સંધિ હેઠળ થયો છે.
અભિનંદને તોડી પાડ્યું હતું પાકિસ્તાનનું એફ 16
બુધવારે ભારતીય વાયુસેના અને પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર વિમાનો વચ્ચે ઝડપ દરમિયાન ભારતનું મિગ 21 વિમાન પીઓકેમાં ક્રેશ થયું હતું અને અભિનંદન પીઓકેમાં ઉતરણ કરી ગયા હતાં. જો કે તેમનું વિમાન ક્રેશ થયું તે પહેલા તેમણે પાકિસ્તાનના ફાઈટર વિમાન એફ 16ને તોડી પાડ્યું હતું. આ બાજુ તેના એક દિવસ પહેલા જ ભારતે મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી તાલિમ કેમ્પ પર બોમ્બ વરસાવ્યાં હતાં.
કેટલાક લોકો અટારી-વાઘા બોર્ડર પર રાષ્ટ્રીય ધ્વજ તિરંગા સાથે વિંગ કમાન્ડરના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યાં છે. વિંગ કમાન્ડરના સ્વાગત માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
14 ફેબ્રુઆરી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આવેલી કડવાહટને જોતા વાઘા બોર્ડર પર વિંગ કમાન્ડરના સ્વાગત ઉપરાંત સુરક્ષાના પણ ખાસ બંદોબસ્ત કરાયા છે. વિંગ કમાન્ડરની વાપસી દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન થાય તે માટે ખૂણે ખૂણે સુરક્ષાદળોને તહેનાત કરાયા છે.