Ayodhya Verdict LIVE BLOG: અયોધ્યા ચુકાદો, જાણો પળે પળની UPDATE

Sat, 09 Nov 2019-4:18 pm,

અયોધ્યા કેસ (Ayodhya Case) મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court) આજે ઐતિહાસિક ચુકાદો આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીરની અધ્યક્ષતાવાળી બંધારણની પીઠ રામ મંદિર વિવાદ મામલે આજે પોતાનો ચુકાદો આપશે.

નવી દિલ્હી : અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીરની અધ્યક્ષતાવાળી બંધારણની પીઠ પોતાનો ચુકાદો આપ્યો સુપ્રીમ ર્ટે 16 ઓક્ટોબરના તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. 


આ દેશનો સૌથી જુનો અને લાંબો મામલો છે અને આ મામલે સતત 40 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં અત્યાર સુધીની આ સૌથી લાંબી સુનાવણી છે. સૌથી લાંબી સુનાવણી 1973માં કેશવાનંદ ભારતી કેસની હતી જે સતત 68 દિવસ સુધી ચાલી હતી.

Latest Updates

  • અયોધ્યા ચુકાદા બાદ સૌથી મોટા સમાચાર : રામ જન્મભૂમિના નહીં પડે ભાગલા, સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટના ચુકાદાને માથે ચડાવ્યો, સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ નહીં કરવા નિર્ણય લીધો છે. 

  • સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગાઇના નેતૃત્વવાળી પાંચ સભ્યોવાળી સંવિધાન પીઠે કહ્યું કે ચુકાદો આસ્થાના ના આધાર પર નહી થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આસ્થાના આધાર પર જમીનનો માલિકી હક આપી ન શકાય. ચુકાદો કાનૂનના આધાર પર આપવામાં આવશે. Ayodhya Verdict: અયોધ્યા મુદ્દે સૌથી મોટો ચુકાદો...કોને શું મળ્યું? જાણવા કરો ક્લિક

  • PM મોદીએ અયોધ્યા ચુકાદા મામલે ટ્વિટ કરી  કહ્યું કે, દેશની સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને કોઇની હાર કે કોઇની જીતના રૂપમાં ન જોવો જોઇએ, રામ ભક્તિ હોય કે રહીમ ભક્તિ, આ સમયે આપણે ભારત ભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે. દેશવાસીઓને અપીલ છે કે, શાંતિ, સદભાવ અને એકતા બનાવી રાખે. 

  • અયોધ્યા ચુકાદા મામલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી સુપ્રીમ કોર્ટના આદેશને આવકાર્યો છે. તેમણે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય એક માઇલ સ્ટોન બની રહેશે. આ નિર્ણય ભારતની એકતા, અખંડતા અને મહાન સંસ્કૃતિને બળ આપશે. 

  • સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ (Ayodhya Verdict) મામલે ઐતિહાસિક ચુકાદો સર્વ સંમતિથી એટલે કે 5-0થી આપ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇના નેતૃત્વમાં પાંચ જજની પીઠે ચુકાદો આપતાં કહ્યું કે, વિવાદીત જમીન પર રામ મંદિર જ બનશે. વિવાદીત જમીન રામલલાને આપવામાં આવશે. મુસ્લિમ પક્ષ પોતાના તથ્યોને સિધ્ધ કરી શક્યો નથી કે વિવાદીત જમીન પર એમનો જ એકાધિકાર હતો. મુસ્લિમ પક્ષને અયોધ્યામાં કોઇ અન્ય સ્થળે મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપવામાં આવશે. અલ્હાબાદ હાઇકોર્ટનો એ આદેશ કે જેમાં સુન્ની વકફ બોર્ડને જમીન આપવાનો નિર્ણય હતો એને સુપ્રીમ કોર્ટે અયોગ્ય ગણાવ્યો છે. અયોધ્યા ચુકાદા અંગે વિગતે અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

  • અયોધ્યા ચુકાદો : કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું- સુપ્રીમ કોર્ટના ચુકાદાને દેશવાસીઓએ સ્વીકાર્યો છે.

  • અયોધ્યા ચુકાદો : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો- વિવાદીત જમીન રામ લલા ન્યાસને આપવામાં આવે

  • અયોધ્યા ચુકાદો : ASI રિપોર્ટ સર્વોચ્ચ, જમીનના ભાગલા નહીં પડે, નિયમ મુજબ ટ્રસ્ટ બનાવી મંદિર નિર્માણ કરાશે. સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન અપાશે

  • અયોધ્યા ચુકાદો : મસ્જિદ બનાવવા માટે અન્ય સ્થળે જમીન આપવામાં આવે, વિવાદીત જમીન રામલલાની

  • અયોધ્યા ચુકાદો: અલ્હાબાદ કોર્ટનો ચુકાદો તર્કબધ્ધ ન હતો, જમીનના ભાગ કરવા અયોગ્ય, અંગ્રેજો આવ્યા એ પહેલાથી અહીં હિન્દીઓ સદીઓથી પૂજા કરતા હતા

  • અયોધ્યા ચુકાદો : અયોધ્યામાં રામનો જન્મ એ નિર્વિવાદીત વાત. વિવાદીત સ્થળે ચબુતરો, ભંડારો અને સીતા રસોઇઘરને સમર્થન

  • અયોધ્યા ચુકાદો: ચીફ જસ્ટિસે માન્યું કે, બાબરી મસ્જિર જ્યાં બની હતી એ ખુલ્લી જમીન ન હતી. ઢાંચાની નીચે મંદિરના અવશેષ મળ્યા. ખોદકામ દરમિયાન મસ્જિદના પુરાવા ન મળ્યા

  • કોર્ટે માન્યું કે, બાબરી મસ્જિદ પહેલા ત્યાં મંદિર હતું, કોર્ટે રામ લલાને કાયદાકિય માન્યતા આપી, બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી. મસ્જિદ નીચે મંદિર હોવાના પુરાવા, 12મી સદીમાં હતું મંદિર

  • સુપ્રીમ કોર્ટે રામ લલાની માન્યતાને સમર્થન આપ્યું, ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ વાંચી રહ્યા છે ચુકાદો

  • CJI રંજન ગોગાઇ સંભળાવી રહ્યા છે ચુકાદો, પાંચેય જજોએ ચુકાદાની નકલ પર હસ્તાક્ષર કર્યા

  • અયોધ્યા ચુકાદો : કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવાની કરી શરૂઆત, શિયા બોર્ડની અરજી કોર્ટે ફગાવી છે.

  • અયોધ્યા ચુકાદો: પાંચ જજ આવી પહોંચ્યા કોર્ટ રૂમમાં, ચુકાદાની નકલો પણ કોર્ટમાં લવાઇ

  • અયોધ્યા ચુકાદો : ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગાઇ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, સવારે 10:30 કલાકે ચુકાદો સંભળાવાશે. 

  • સુપ્રીમ કોર્ટ : અયોધ્યા ચુકાદા મામલે પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગાઇની કોર્ટ બહાર વકીલો થયા એકઠા. પાંચ જજોની બેન્ચ સવારે 10-30 કલાકે આ મામલે આપશે ચુકાદો

  • દેશના ઐતિહાસિક અયોધ્યા રામ મંદિર કેસ મામલે પળે પળની અપડેટ જાણવા જુઓ LIVE TV

    Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

  • અયોધ્યા જિલ્લા મેજીસ્ટ્રેટ અનુજ કુમાર ઝાએ કહ્યું કે વિવાદીત સ્થળને સુરક્ષિત રાખવું અમારી પ્રાથમિકતા છે. અમે એ માટે તમામ પ્રયાસ કર્યો છે. શહેરમાં સુરક્ષાબળો તૈનાત કરાયા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link