Farmers Protest Live Update: રસ્તાઓ પરથી રેલવે ટ્રેક પહોંચ્યું કિસાન આંદોલન, રાજપુરામાં પાટાઓ પર બેસી ગયા દેખાવકારો

Thu, 15 Feb 2024-12:55 pm,

ખેડૂત નેતાઓએ કેન્દ્ર સરકાર સાથે વાતચીતનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આજે ગુરુવારે સાંજે 5 વાગે ચંડીગઢમાં ત્રીજા રાઉન્ડની વાતચીત થશે.

પંજાબના હજારો ખેડૂતો સતત ત્રીજા દિવસે હરિયાણાની સરહદો પર ડટેલા છે અને દિલ્હી આવવા માટે મક્કમ બની બેઠા છે. શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શનનો આજે ત્રીજો દિવસ છે. મંગળવારે આખો દિવસ ખેડૂતોએ પંજાબ હરિયાણાની સરહદો પર બેરિકેડ્સ તોડવાની કોશિશ કરી. સુરક્ષાદળોએ ખેડૂતોને રોકવાની પૂરેપૂરી તૈયારી કરેલી છે. આ બધા વચ્ચે ખેડૂત નેતાઓએ કેન્દ્ર સરકાર સાથે વાતચીતનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આજે ગુરુવારે સાંજે 5 વાગે ચંડીગઢમાં ત્રીજા રાઉન્ડની વાતચીત થશે. 

Latest Updates

  • પાટા પર બેઠા ખેડૂતો
    પંજાબમાં રાજપુરા પટિયાલાના પ્રદર્શનકારીઓ રાજપુરા રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેકો પર બેઠા છે અને ટ્રેનોને રોકી રહ્યા છે. 

  • ભારત બંધને સમર્થન- કોંગ્રેસ
    કોંગ્રેસ મહાસચિવ (સંચાર) જયરામ રમેશે કહ્યું કે ખેડૂત સંગઠનોએ જે ભારત બંધની જાહેરાત કરી છે તેનું અમે સમર્થન કરી રહ્યા છીએ. કાલે સાસારામમાં ભારત જોડો ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી ખેડૂતો સાથે મુલાકાત કરશે. 3 મંત્રીઓની નિયુક્તિ એ દેખાડો છે. ખેડૂતો પર ડ્રોનથી ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. રસ્તાઓમાં ખિલ્લા લગાવાયા છે. જે પ્રકારની ભાષાનો ઉપયોગ ખેડૂતો વિરુદ્ધ થઈ રહ્યો છે તે નિંદનીય છે. ખેડૂતો દેશ અને સમાજની કરોડ છે  તેઓ અન્નદાતા છે. આ સરકાર ફંડદાતાઓનું સન્માન કરે છે, અન્નદાતાઓનું નહીં. 

  • પીએમ મોદી વાતચીત કરે- સરવન સિંહ પંઢેર
    આજે મંત્રીઓ સાથે બેઠક પર પંજાબ કિસાન મજૂર સંઘર્ષ કમિટીના મહાસચિવ સરવનસિંહ પંઢેરે કહ્યું કે અમે આજે સંપૂર્ણ રીતે સકારાત્મક મૂડમાં બેઠકમાં સામેલ થવા જઈ રહ્યા છીએઅને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ બેઠકથી કોઈ સકારાત્મક સમાધાન નીકળશે. પંઢેરે કહ્યું કે આજે અમારી મંત્રીઓ સાથે બેઠક છે અને અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી તેમની સાથે વાતચીત કરે. જેથી કરીને અમે અમારી માંગણીઓના સમાધાન સુધી પહોંચી શકીએ કે પછી અમને દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવે. 

  • આજે પંજાબમાં ટ્રેન રોકશે ખેડૂતો
    બીજી બાજુ આજે પંજાબના ખેડૂતો રાજ્યમાં ટ્રેનો રોકશે અને વિરોધ પ્રદર્શન કરશે. આ ખેડૂતો ટોલ પ્લાઝાને પણ ફ્રી કરાવશે. જો કે પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રેલવેએ બુધવારે મોટો નિર્ણય લીધો અને 3 ટ્રેન રદ કરી. 6 ટ્રેનોને ડાયવર્ટ કરી. આજથી 10 અને 12 ધોરણની પરીક્ષાઓ પણ શરૂ થઈ રહી છે. આવામાં બાળકો માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. સંયુક્ત કિસાન મોરચાએ શુક્રવારે ભારત બંધની જાહેરાત પણ કરી છે. 

  • ત્રીજા રાઉન્ડની વાતચીત
    કેન્દ્ર સરકાર તરફથી કૃષિ મંત્રી અર્જૂન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ, ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાય સામેલ થશે. આ અગાઉ મંગળવારે દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહના ઘરે કૃષિ મંત્રી મુંડા સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓએ બેઠક કરી અને ખેડૂતો સાથે સમાધાનના ફોર્મ્યૂલા પર ચર્ચા  કરી. એ પણ ચર્ચા થઈ કે કેવી રીતે વાતચીતના ક્રમને આગળ વધારવામાં આવે. ત્યારબાદ એ નક્કી કરાયું કે ખેડૂતો સાથે ત્રીજા તબક્કાની વાતચીત કરવામાં આવે. ખેડૂતોને મનાવવાની કોશિશ કરવામાં આવશે. સરકારે ખેડૂતોની 10 ડિમાન્ડ માની લીધી છે. જ્યારે 3 માંગણીઓ પર મામલો ગૂંચવાયો છે. 
     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link