LIVE BLOG : મહારાષ્ટ્રમાં સરકાર મામલે આજે થઈ શકે છે મોટું એલાન, જાણો પળેપળના સમાચાર
મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાની કવાયત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. શુક્રવારે આખો દિવસ અલગઅલગ બેઠકોનો દોર ચાલશે અને સાંજ સુધી સરકાર ગઠનના મામલે મોટું એલાન થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે શિવસેના (Shiv Sena), કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP)ના નેતા આજે રાજ્યપાલની મુલાકાત લઈ શકે છે. ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની મુલાકાત થઈ હતી.
મુંબઇ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાની કવાયત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. શુક્રવારે આખો દિવસ અલગઅલગ બેઠકોનો દોર ચાલશે અને સાંજ સુધી સરકાર ગઠનના મામલે મોટું એલાન થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે શિવસેના (Shiv Sena), કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP)ના નેતા આજે રાજ્યપાલની મુલાકાત લઈ શકે છે. ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં આદિત્ય ઠાકરે અને સંજય રાઉત પણ હાજર હતા અને આ મીટિંગ લગભગ એક કલાક ચાલી હતી. જોકે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં સરકારના ગઠન વિશે વાતચીત કરવામાં આવી હતી.
Latest Updates
આગામી 2 દિવસમાં રાજ્યપાલને મળીને સરકાર બનાવવા દાવો કરી શકે છે NCP શિવસેના કોંગ્રેસ
મહારાષ્ટ્રમાં CM બનશે કોણ? માતોશ્રી ખાતે શિવસેનાની ચાલી રહેલી બેઠકમાં CM પદ માટે એકનાથ શિંદેનું નામ સામે આવ્યાનું સુત્રોએ જણાવ્યું
સુત્રોના અનુસાર માતોશ્રીમાં ચાલી રહેલી બેઠકમાં શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનવા માટે કર્યો ઇન્કાર
મુંબઇ: માતોશ્રી પર શિવસેના ધારાસભ્યોની બેઠક, શિવસેના ઉધ્ધવ ઠાકરે પણ હાજર
મહારાષ્ટ્ર જનતાની ઇચ્છા છે કે શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી બને : સંજય રાઉત
મહારાષ્ટ્રમાં શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન, 5 વર્ષ માટે શિવસેનાનું રહેશે શાસન
કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ, અહમદ પટેલ અને મલ્લિકાર્જુન ખડગે આજે મુંબઈ આવશે. શિવસેના અને એનસીપી સાથે બેઠક કરીને સરકાર ગઠન વિશે ચર્ચા કરશે.
શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સવારે 10 વાગ્યે તમામ ધારાસભ્યોની મીટિંગ બોલાવી.