Election Result 2024 Live: મહારાષ્ટ્રમાં મહાયુતિએ કર્યા MVAના સૂપડાં સાફ, એકલી શિંદેની સેના વિરોધીઓને ભારે પડી ગઈ

Sat, 23 Nov 2024-1:51 pm,

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે જ્યારે કેટલાક રાજ્યોમાં પેટાચૂંટણી પણ થઈ હતી. મતગણતરી સવારે 8 વાગે શરૂ થઈ. પળે પળની અપડેટ માટે જોડાયેલા રહો ZEE24 કલાકના લાઈવ બ્લોગ સાથે....

Latest Updates

  • ચૂંટણી પંચના આંકડા
    ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ મહારાષ્ટ્રમાં હાલ ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 123 બેઠક પર આગળ છે જ્યારે 2 સીટ જીતી ચૂકી છે. શિંદેની શિવસેના પણ 55 સીટ પર આગળ છે અને 1 સીટ પર જીતી ચૂકી છે. અજીત પવારની એનસીપી 37 સીટ પર આગળ છે અને 2 સીટ જીતી ચૂક્યા છે. જ્યારે મહાવિકાસ આઘાડીનું પ્રદર્શન ખુબ કંગાળ જોવા મળી રહ્યું છે. મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના 17 સીટ પર આગળ છે જ્યારે શરદ પવારની એનસીપી 12 સીટ પર આગળ છે અને કોંગ્રેસ 21 સીટ પર આગળ છે. અન્ય બેઠકો પર અધર્સ આગળ છે. 

  • પરિણામ બાદ સંજય રાઉત બોલ્યા- કઈક તો ગડબડ છે
    મહારાષ્ટ્રમાં ટ્રેન્ડમાં મહાયુતિએ મહાવિકાસ આઘાડીના સૂપડાં સાફ કરી દીધા. ત્યારબાદ હવે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ મહાયુતિ 221 સીટ પર આગળ છે જ્યારે એમવીએ ફક્ત 55 સીટ પર આગળ છે. ત્યારબાદ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ જનતાનો નિર્ણય નથી, કઈંક તો ગડબડ છે. તેમણે કહ્યું કે મહાયુતિએ સમગ્ર મશીનરીને કબજે કરી. આ રાજ્યની જનતા બેઈમાન નથી. શિંદેના તમામ ઉમેદવાર કેવી રીતે જીતી શકે. 

  • બદલાશે આંકડા- રક્ષા રાજ્યમંત્રી
    ચૂંટણી પરિણામો પર રક્ષા રાજ્યમંત્રી સંજય શેઠે  કહ્યું કે જેમ જેમ સૂર્ય ઉપર ચડશે તેમ તેમ પરિવર્તન આવશે અને આ આંકડા (ઝારખંડ ચૂંટણી) ઉપર જશે. મને પૂરો વિશ્વાસ છે કે જે સુનામી તમને મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે તે સુનામી 12 વાગ્યા સુધીમાં ઝારખંડમાં જોવા મળશે. 

  • ઝારખંડમાં ફરી બદલાયા ટ્રેન્ડ
    ઝારખંડમાં હવે ઈન્ડિયા બ્લોક ટ્રેન્ડમાં બંપર લીડ સાથે આગળ જોવા મળી રહ્યું છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ ટ્રેન્ડમાં મહાગઠબંધને 40નો આંકડો પાર  કરતા 43 સીટ પર આગળ છે જ્યારે એનડીએ ગઠબંધન 26 સીટ પર આગળ છે. 

  • મહારાષ્ટ્રમાં મહાયુતિને ટ્રેન્ડમાં પ્રચંડ બહુમત
    મહારાષ્ટ્રની તમામ 288 સીટોના ટ્રેન્ડ જાહેર થયા છે જે મુજબ ભાજપના નેતૃત્વવાળા મહાયુતિને પ્રચંડ જનાદેશ મળતો જોવા મળી રહ્યો છે. મહાયુતિ 209 સીટો પર આગળ છે જ્યારે મહાવિકાસ આઘાડી માત્ર 68 સીટો પર આગળ છે. જ્યારે ઝારખંડમાં સતત ઉલટફેર જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બ્લોક 41 સીટ પર જ્યારે એનડીએ 37 સીટ પર અને અપક્ષો 3 સીટ પર આગળ છે. 

  • ઝારખંડમાં સતત બદલાયા કરે છે ટ્રેન્ડ
    ઝારખંડમાં સત્તાની ચાવી કોની પાસે રહેશે તે હજુ ટ્રેન્ડમાં કળી શકાયું નથી કારણ કે સતત ટ્રેન્ડ બદલાયા કરે છે. હાલ ઈન્ડિયા બ્લોક 40 સીટ પર આગળ છે જ્યારે એનડીએ 37 સીટ પર આગળ છે. 3 સીટો પર અપક્ષ આગળ છે. 
     

  • મહારાષ્ટ્રમાં ટ્રેન્ડમાં મહાયુતિને બહુમત
    મહારાષ્ટ્રમાં સત્તા માટેનો મેજિક આંકડો 145 સીટ છે. ટ્રેન્ડ મુજબ હાલ ભાજપના નેતૃત્વવાળું મહાયુતિ ગઠબંધન 178 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું મહાવિકાસ આઘાડી ગઠબંધન 90 સીટો પર આગળ છે. 9 સીટો પર અપક્ષો આગળ છે. 
     

  • મહારાષ્ટ્રમાં 152 સીટો પર મહાયુતિ આગળ
    મહારાષ્ટ્રમાં 245 સીટોના ટ્રેન્ડ સામે આવ્યા છે જેમાંથી 152 સીટો પર ભાજપના નેતૃત્વવાળું મહાયુતિ ગઠબંધન આગળ છે જ્યારે 87 સીટો પર એમવીએ આગળ છે. ઝારખંડમાં 37 સીટો પર ભાજપના નેતૃત્વવાળું ગઠબંધન અને 28 સીટો પર ઈન્ડિયા બ્લોક આગળ છે. 
     

  • કેરળની વાયનાડ સીટ પર પ્રિયંકા ગાંધી આગળ
    કેરળની વાયનાડ સીટ પર હાલ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી 30 હજાર મતોથી આગળ છે. 
     

  • યુપી પેટાચૂંટણી- સપાનો આરોપ
    ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામ પર સપા પ્રવક્તા ફખરુલ હસન ચાંદે કહ્યું કે સમાજવાદી પાર્ટી સમજે છે કે ભાજપે આ ચૂંટણીમાં જે પ્રકારે શાસન પ્રશાસનનો દુરઉપયોગ કર્યો છે તે પહેલો મોકો હતો કે જ્યારે યુપીમાં આટલી મોટી ઘટનાઓ સામે આવી હોય. પરંતુ સમાજવાદી પાર્ટીને આમ છતાં યુપીની મહાન જનતા અને પોતાના PDA પર ભરોસો છે કે ભાજપના સૂપડાં સાફ થવા જઈ રહ્યા છે. 

  • મહારાષ્ટ્રમાં પાછી મહાયુતિએ લીધી લીડ
    મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળું મહાયુતિ ગઠબંધન હાલ 98 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું એમવીએ ગઠબંધન 64 સીટ પર આગળ છે. જ્યારે ઝારખંડમાં ઈન્ડિયા બ્લોક 31 સીટ પર અને એનડીએ 35 સીટો પર આગળ છે. જ્યારે 1 સીટ પર અપક્ષ આગળ છે. 
     

  • વરલીમાં મિલિન્દ દેવડા પાછળ
    મહારાષ્ટ્રમાં શિવસેના (શિંદે)ના ઉમેદવાર મિલિન્દ દેવડા પાછળ છે અને શિવસેના (યુબીટી)ના નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે આગળ છે. 

  • મહારાષ્ટ્રમાં પણ કાંટાની ટક્કર
    મહારાષ્ટ્રમાં હવે ધીરે ધીરે મહાવિકાસ આઘાડી મહાયુતિની નજીક પહોંચી રહી છે. મહાયુતિ ટ્રેન્ડમાં 100 સીટો પર આગળ છે. જ્યારે મહાવિકાસ આઘાડી 82 સીટો પર આગળ છે અને અપક્ષો 4 સીટો પર આગળ છે. જ્યારે ઝારખંડમાં ઈન્ડિયા બ્લોક 20 સીટ પર અને એનડીએ 25 સીટો પર આગળ છે. 

  • મહારાષ્ટ્રમાં મહાયુતિ ટ્રેન્ડમાં બંપર લીડથી આગળ
    મહારાષ્ટ્રમાં મહાયુતિ 66 બેઠકો પર આગળ છે જ્યારે મહાવિકાસ આઘાડી 42 સીટો પર આગળ છે અને 3 સીટો પર અપક્ષો આગળ છે. જ્યારે ઝારખંડમાં એનડીએ 20 પક્ષો પર અને ઈન્ડિયા બ્લોક 13 સીટો પર આગળ છે. 

  • બંને રાજ્યોમાં એનડીએની સરકાર બનશે- ભાજપ નેતા
    ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની ચાલી રહેલી મતગણતરી પર કહ્યું કે બંને રાજ્યોમાં પીએમ મોદીના નેતૃત્વથી ભારે બહુમતથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે. છેલ્લા 2.5 વર્ષોમાં જે પ્રકારે મહારાષ્ટ્રની સરકારેે સતત ત્યાંની જનતા, ગરીબ કલ્યાણ, ખેડૂતોનું સન્માન અને મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું છે અને બીજા બાજુ મહાવિકાસ આઘાડીના નામ પર ફક્ત મહાવિભાજન આઘાડી જોયુ..બંને જગ્યાએ એનડીએની સરકાર બનવા જઈ રહી છે. જે પ્રકારે પરિણામો આવતા પહેલા ઈવીએમ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે તે જોતા જાણવા મળે છે કે ત્યાં પોતાની હારને લઈને અત્યારથી ચિંતાઓ શરૂ થઈ ગઈ છે. 

  • ઝારખંડમાં કાંટાની ટક્કર
    ઝારખંડમાં ભાજપ અને સાથી પક્ષો 14 સીટ પર આગળ છે જ્યારે કોંગ્રેસ અને સાથી પક્ષો 10 સીટ પર આગળ છે. 

  • મહારાષ્ટ્રમાં મહાયુતિનો ડંકો
    મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળું મહાયુતિ ગઠબંધન 40 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન મહાવિકાસ આઘાડી 23 સીટો પર આગળ  છે. જ્યારે 3 સીટો પર અપક્ષો આગળ છે. 

  • શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ અને સાથી પક્ષો આગળ
    ઝારખંડમાં હાલ ભાજપ અને સાથી પક્ષો 6 સીટ પર જ્યારે જેએમએમ અને સાથી પક્ષો 3 સીટ પર આગળ છે. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ અને સાથી પક્ષો 19 સીટ પર જ્યારે કોંગ્રેસ અને સાથી પક્ષો 5 સીટ પર આગળ છે. જ્યારે અધર્સ એક સીટ પર આગળ છે. 

  • શરૂઆતના ટ્રેન્ડમાં કોણ આગળ 
    હાલ જે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તે મુજબ મહારાષ્ટ્રમાં 3 સીટ પર મહાયુતિ અને એમવીએ 2 સીટ પર આગળ છે. જ્યારે ઝારખંડમાં ભાજપ અને સાથી પક્ષો 2 સીટ પર જ્યારે જેએમએમ તથા સાથી પક્ષો 2 સીટ પર આગળ છે. 

  • મતગણતરી શરૂ
    આઠ વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ છે. થોડીવારમાં ટ્રેન્ડમાં જોવા મળશે કોણ  ક્યાં આગળ છે. 

  • ઝારખંડમાં એનડીએ અને ઈન્ડિયા બ્લોક વચ્ચે મુકાબલો
    ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં મતદાન થયું. પહેલા તબક્કામાં 13 નવેમ્બરના રોજ 43 બેઠકો પર 66.65 ટકા જ્યારે બીજા તબક્કામાં 20 નવેમ્બરના રોજ 38 બેઠકો પર 68.45 ટકા મતદાન થયું. રાજ્યમાં NDA (ભાજપ-એજેએસયુ) અને ઈન્ડિયા બ્લોક (જેએમએમ-કોંગ્રેસ) વચ્ચે મુકાબલો છે. 
     

  • મહારાષ્ટ્રમાં સૌથી વધુ બેઠકો પર ભાજપે લડી ચૂંટણી
    મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે તમામ 288 બેઠકો પર મતદાન થયું. સત્તાધારી મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠકો અને અજીતપવારના નેતૃત્વવાળી NCP એ 59 સીટો પર ચૂંટણી લડી હતી. જ્યારે મહાવિકાસ આઘાડીમાં સામેલ કોંગ્રેસે 101 બેઠકો પર, શિવસેના (યુબીટી)એ 95 બેઠકો અને એનસીપી (શરદ પવાર)એ 86 સીટ પર ચૂંટણી લડી હતી. 

  • 8 વાગે શરૂ થશે મતગણતરી
    મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. આજે નક્કી થઈ જશે કે બંને રાજ્યમાં કોની સરકાર બનશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની વાપસી થશે કે પછી મહાવિકાસ આઘાડીના હાથમાં સત્તાની ચાવી આવશે. સમગ્ર દેશની નજર આ બે રાજ્યોના ચૂંટણી પરિણામો પર છે. બીજી બાજુ બિહાર, રાજસ્થાન, પંજાબ, કેરળ સહિત અલગ અલગ રાજ્યોમાં થયેલી પેટાચૂંટણીના પણ આજે પરિણામ આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link