લખનઉ: ઉત્તર પ્રદેશની 11 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી (UP By-Election) હેઠળ આજે સવારે 7 વાગ્યાથી આકરી સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થઇ ગયું છે. તમામ વિધાનસભા સીટો પર સવારથી જ મતદારોની ભીડ શરૂ થઇ ગઇ છે. ઉત્તર પ્રદેશની તમામ સીટો પર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે છ વાગ્યા સુધી ચાલશે. તમને જણાવી દઇએ કે (UP By-Election)માં પ્રદેશની 11 ગંગોહ, રામપુર, ઇગલાસ, લખનઉ (કૈંટ), ગોવિંદ નગર, માનિકપુર, બલહા, ઘોસી, પ્રતાપગઢ, જૈદપુર અને જલાલપુર વિધાનસભા સીટો માટે આજે મતદાન થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી LIVE: 288 બેઠકો માટે મતદાન શરૂ, મોહન ભાગવતે નાગપુરમાં કર્યું મતદાન


પેટાચૂંટણીમાં કુલ 109 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી તમામ સીટો પર ભાજપ, સપા અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. તો બીજી તરફ બસપા પ્રથમ વાર પેટાચૂંટણીમાં એકલા ઉમેદવાર ઉભા રાખ્યા છે. તમને જણાવી દઇએ કે 2017માં આ 11 માંથી આઠ સીટો પર ભાજપે કબજો જમાવ્યો હતો. પરંતુ લોકસભા ચૂંટણીમાં આ સીટોના ધારાસભ્યોના સાંસદ બન્યા બાદ આ સીટો ખાલી થઇ ગઇ છે.