દિલ્હી ગેંગવોર: કોર્ટ રૂમમાં જજ સામે ગેંગસ્ટર પર ફાયરિંગ, જુઓ શૂટઆઉટનો Live Video
દેશની રાજધાની દિલ્હી (Delhi) ની રોહિણી કોર્ટમાં ગેંગવોર થયો. શુક્રવાર બપોરના અહીં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર (Most Wanted Gangster) જિતેન્દ્ર ઉર્ફ ગોગીની ગોળી મોરી હત્યા કરી દેવામાં આવી છે
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) ની રોહિણી કોર્ટમાં ગેંગવોર થયો. શુક્રવાર બપોરના અહીં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર (Most Wanted Gangster) જિતેન્દ્ર ઉર્ફ ગોગીની ગોળી મોરી હત્યા કરી દેવામાં આવી છે. જે બાદ કોર્ટ (Rohini Court) પરિસરમાં શૂટઆઉટ થયું અને હુમલાખોરોને પણ ઠાર મારવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
દિલ્હી કોર્ટમાં બનેલા આ શૂટઆઉટમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. આ ત્રણ મૃતકોમાંથી એક મોસ્ટ વોન્ટેડ આરોપી જિતેન્દ્ર છે, જ્યારે બે હુમલાખોર છે. જો કે, આ બંને હુમલાખોર જિતેન્દ્ર પર જ હુમલો કરવા માટે આવ્યા હતા.
દિલ્હી પોલીસના જણાવયા અનુસાર, બેંને હુમલાખોર વકીલ બનીને કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે કોર્ટ રૂમમાં જ ગેંગસ્ટર જિતેન્દ્રને ગોળી મારી હતી. સ્પેશિયલ સેલની ટીમે જિતેન્દ્રને કોર્ટ રૂમમાં લઈ ગઈ હતી, જ્યાં આ ઘટના બની હતી.
માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હીની ટિલ્લૂ ગેંગે જિતેન્દ્રની હત્યા કરી છે. જે બે હુમલાખોર ઠાર માર્યા છે, તેમાં એક રાહુલ છે જેના પર 50 હજારનું ઇનામ છે. જ્યારે અન્ય એક બદમાશ છે.
બે વર્ષ પહેલા જિતેન્દ્રની કરી હતી ધરપકડ
જિતેન્દ્રને બે વર્ષ પહેલા સ્પેશિયલ સેલના ગુરૂગ્રામથી ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર જીતેન્દ્ર ગોગીએ ગુના દ્વારા ઘણી સંપત્તિ કમાવી હતી. જીતેન્દ્ર ગોગીના નેટવર્કમાં 50 થી વધુ લોકો છે.
ઉલ્લેખનીય છે કે, જિતેન્દ્ર ગોગીના વર્ષ 2020 માં ગુરૂગ્રામથી ધરપકડ કરી હતી. ગોગીની સાથે કુલદીપ ફજ્જાની પણ ધરપકડ કરવામાં આવી હતી. કુલદીપ ફજ્જા બાદમાં 25 માર્ચના કસ્ટડીથી ફરાર થઈ ગયો હતો. ફજ્જા જીટીબી હોસ્પિટલથી ફરાર થયો હતો. ત્યારબાદ તેનું એન્કાઉન્ટ કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube