Live: મોદી સરકારમાં અમિત શાહને ગૃહ, રાજનાથને મળ્યું રક્ષા મંત્રાલય, નિર્મલાને નાણાં
નવી મોદી સરકારમાં મંત્રાલયની જાહેરાત થઇ છે. અમિત શાહને ગૃહ ખાતું આપવામાં આવ્યું છે. રાજનાથસિંહને રક્ષા મંત્રાલય અને નિર્મલાને નાણા વિભાગ સોંપાયો છે.
નવી દિલ્હી: પીએમ મોદીની કેબિનેટ શપથ ગ્રહણ બાદ આજે મંત્રીમંડળની પહેલી બેઠક થવા જઇ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠક પહેલા જ ગુરૂવારે શપથ લેનાર 57 મંત્રીઓને વિભાગોની વહેંચણી કરવામાં આવશે. સૂત્રોના અહેવાલથી સમાચાર મળી રહ્યાં છે કે, નવી મોદી સરકારમાં મંત્રાલયની જાહેરાત થઇ છે. અમિત શાહને ગૃહ ખાતું આપવામાં આવ્યું છે. રાજનાથસિંહને રક્ષા મંત્રાલય અને નિર્મલાને નાણા વિભાગ સોંપાયો છે.
Live અપડેટ
- રતનલાલ કટારિયા રાજ્યમંત્રી, જળ શક્તિ મંત્રાલય, સામાજિક ન્યાય તેમજ અધિકાર મંત્રાલય
- વી મુરલીધરન રાજ્યમંત્રી, વિદેશ મંત્રાલય, સંસદીય કાર્ય રાજ્યમંત્રી
- રેણુકા સિંહ રાજ્યમંત્રી, આદિવાસી બાબતોના મંત્રાલય
- સોમ પ્રકાશ રાજ્યમંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
- રામેશ્વર તેલી રાજ્યમંત્રી, ખાદ્ય તેમજ પ્રક્રિયા મંત્રાલય
- પ્રતાપ ચંદ સારંગી રાજ્યમંત્રી, નાના, મધ્યમ અને મધ્યમ ઉદ્યોગો, પશુપાલન ડેરી અને મત્સ્યઉદ્યોગ મંત્રાલય
- કૈલાશ ચૌધરી રાજ્યમંત્રી, કૃષિ અને ખેડૂતો કલ્યાણ મંત્રાલય
- દેબાશ્રી ચૌધરી રાજ્યમંત્રી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
- સંજય ધોત્રે રાજ્યમંત્રી, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, સંદેશાવ્યવહાર મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી
- અનુરાગ ઠાકુર રાજ્યમંત્રી, નાણા મંત્રાલય, કંપની બાબતોના મંત્રાલય
- સુરેશ અંગડી રાજ્ય પ્રધાન, રેલવે મંત્રાલય
- નિત્યાનંદ રાય રાજ્યમંત્રી ગૃહ મંત્રાલય
- કૃષ્ણ પાલ ગુર્જન રાજ્યમંત્રી, સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય
- દાનવે રાવ સાહેબ દાદારાવ રાજ્યમંત્રી, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના મંત્રાલય
- જી કિશન રેડ્ડી રાજ્યમંત્રી, ગૃહ મંત્રાલય
- પુરૂષોત્તમ રૂપાલા રાજ્યમંત્રી, કૃષિ અને ખેડૂતો કલ્યાણ મંત્રાલય
- રામદાશ આઠવલે રાજ્યમંત્રી, સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય
- સાધ્વી નિરંજન જ્યોતિ રાજ્યમંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રાલય
- બાબુલ સુપ્રિયા રાજ્યમંત્રી, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન
- સંજીવ બાલિયાન રાજ્યમંત્રી, પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ
- ફગન્ન સિંહ કુલસ્તે રાજ્યમંત્રી, સ્ટીલ મંત્રાલય
- અશ્વિની કુમાર ચૌબે રાજ્યમંત્રી આરોગ્ય અને કુટુંબ કલ્યાણ
- અર્જૂન રામ મેઘવાલ રાજ્યમંત્રી, ભારે ઉદ્યોગો અને જાહેર સાહસો
- જનરલ (રિ) વીકે સિંહ રાજ્યમંત્રી, માર્ગ પરિવહન અને હાઇવે
- ઓડિશાથી ભાજપના સાંસદ પ્રથાપ ચંદ સારંગીને એમએએસએમઈ (MSME) મંત્રાલયમાં રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.
- પશ્ચિમ બંગાળથી ભાજપ સાંસદ દેબાશ્રી ચૌધરીને મહિલા તેમજ બાળ વિકાસ (રાજ્ય મંત્રી)ની જવાબદારી સોંપવામાં આવી છે.
- થાવરચંદ ગહલોતને સામાજિક ન્યાય તેમજ અધિકારતા મંત્રી બનાવવામાં આવ્યા છે.
- શિવસેનાના અરવિંદ સાવંતને ઉદ્યોગ તેમજ સાર્વજનિક ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
- સદાનંદ ગૌડાને કેમિકલ તેમજ ફર્ટિલાઇઝર મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
- ગિરિરાજ સિંહને પશુપાલન, ડેરી તેમજ મત્સય પાલન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
- શ્રીપદ નાયકને આયુષ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
- હરદેવ સિંહ પુરીને શહેર વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
- પ્રહલાદ જોશીને સંસદીય કાર્ય, કોલસા અને માઇનિંગ ખાતું સોપવામાં આવ્યું છે.
- ધર્મેન્દ્ર પ્રધાનને પેટ્રોલિયમ મંત્રાલય સોપવામાં આવ્યું છે.
- નરેન્દ્ર સિંહ તોમરને કૃષિ, ગ્રામીણ વિકાસ, કિસાન કલ્યાણ, પંચાયતી રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.
- રામવિલાસ પાસવાનને ગ્રાહક બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે.
- શિરોમણી અકાળી દળની હરસિમરત કૌર બાદલને ખાદ્ય પ્રસાધન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
- રવિશંકર પ્રસાદને કાયદા મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
- સંતોષ કુમાર ગંગવારને શ્રમ તેમજ રોજગાર ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે.
- સ્મૃતિ ઇરાનીને મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયની સાથે કપડા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
- પ્રકાશ જાવડેકરને સૂચના પ્રસારણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
- પીયૂષ ગોયલને રેલ્વે મંત્રાલય સોંપવામાં આવ્યું છે
- પુરુષોત્તમ રૂપાલાને કૃષિ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
- રમેશ પોખરિયાલ નિશંકને માનવ સંસાધન ખાતુ સોંપવામાં આવ્યું છે.
- એસ જયશંકરને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે.
- નિતિન ગડકરીને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય સોંપાવમાં આવ્યું છે.
- નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
- અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
- રાજનાથ સિંહને રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
- આજે પીએમ મોદી મંત્રાલયોની વહેંચણી કરી શકે છે
- સાંજે 05:30 યોજાશે કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક
દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...