નવી દિલ્હી : બીજેપીની સહયોગી લોક જનશક્તિ પાર્ટી (લોજપા)એ શનિવારે યુપીમાં સપા-બસપા ગઠબંધનને એક મજબૂત ચૂંટણી ગઠબંધન બતાવ્યું છે અને કહ્યું કે, સત્તાધારી એનડીએને પણ વિપક્ષોને ચેલેન્જ આપવા માટે પોતાની જાતને સુદૃઢ બનાવવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોજપા નેતા ચિરાગ પાસવાનના ક્યારેક પ્રતિસ્પર્ધી રહેલા દળોના ગઠબંધનને આડે હાથ લેતા તેમણે ક્હયું કે, આ ગઠબંધન તેમની વચ્ચે થયું છે, જેઓએ પોતાના આવકના પૂરતા સ્ત્રોત ઉપરાંત વધુ સંપત્તિ એકઠી કરી છે. તેમનો પરોક્ષ ઈશારો બસપા સુપ્રીમો માયાવતી અને સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ તરફ હતો. 


પાસવાને કહ્યું કે, બંને દળોએ ઉત્તર પ્રદેશમાં લાંબા સમય સુધી શાસન કર્યું, જ્યાં લોકો બેરોજગારી અને ક્રાઈમને પગલે બીજી જગ્યાએ જવા મજબૂર થવું પડ્યું છે. તેમણે કહ્યું કે, એક ચૂંટણી રણનીતિ તરીકે સપા-બસપાનું ગઠબંધન મજબૂત છે. બીજેપીએ પણ પોતાને આ ચેલેન્જમાં પાર ઉતરવા માટે સુદૃઢ બનાવવું પડશે. જેથી ઉત્તર પ્રદેશના લોકો સપા-બસપા ગઠબંધનને જડબાતોડ જવાબ આપી શકે. 



ઉલ્લેખનીય છે કે, શનિવારે સમાજવાદી પાર્ટી (સપા) અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજમ સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં માયાવતીએ જાહેરાત કરી હતી કે, ઉત્તર પ્રદેશની લોકસભા સીટોમાંથી 38 પર બસપા અને 38 પર સપા ઈલેક્શન લડશે. સાથે જ 2 સીટ અન્ય પાર્ટીઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત અમેઠી અને રાયબરેલીની 2 સીટ કોંગ્રેસ માટે છોડી છે.


માયાવતીએ કહ્યું કે, અમેઠી અને રાયબરેલીની લોકસભા સીટ કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યા વગર જ તેમના માટે છોડી દીધી છે. જેથી બીજેપીના લોકો કોંગ્રેસ અધ્યક્ષને અહીં ગૂંચવણમાં ન મૂકે. તો સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, બીજેપીની સરકારે યુપીમાં જાતિવાદી સરકાર બનાવીને મૂકી છે.