નવી દિલ્હીઃ હિન્દુ ધર્મમાં અનેકવિધ દેવી-દેવતા છે. અને દરેક સાથે જોડાયેલી સેકડો કથાઓ પણ છે. જેમાંથી માનવ જીવનને અનેક બોધપાઠ મળે છે. ત્યારે આવા એક બોધપાઠને દર્શાવતી રોચક કથા ભગવાન દત્તાત્રેયના જન્મ સાથે સંકળાયેલી છે. દર વર્ષે માગશર મહિનાની પૂનમના દિવસે અનસુયા માતાના પુત્ર ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. રામાયણમાં પણ તેનો કેટલોક હિસ્સો દર્શાવવામાં આવ્યો છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયનું સ્વરૂપ માનવામાં આવે છે. દત્તાત્રેય ભગવાનના ત્રણ માથા છે અને છ ભુજાઓ છે. એવું માનવામાં આવે છે કે તેમની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સંયુક્ત અશ સમાહિત છે. દત્તાત્રેય જયંતી પર તેમના બાળરૂપની પૂજા કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન દત્તાત્રેયની પૌરાણિક કથા:
પૌરાણીક માન્યતાઓ મુજબ, એક વખત દેવલોકમાં ત્રીદેવીયોં એટલે સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતીજીને તેમના પતિ વ્રત ધર્મ ઉપર અભિમાન આવી ગયું, અને તેમનું એ અભિમાન જોઈ ભગવાન વિષ્ણુજીના મનમાં એક વિચાર આવ્યો, તેમણે વિચાર્યું કે કેમ ન આ દેવીઓ સાથે થોડી મસ્તી કરવામાં આવે.


એટલે વિષ્ણુજીએ તેના મનની વાત નારદ મુનીને જણાવી, ત્યારે સમગ્ર સૃષ્ટિનું ભ્રમણ કરી પાછા ફરેલા નારદજીએ ત્રીદેવીઓની સામે માતા અનસુયાના પતિવ્રતના વખાણ કરવા લાગ્યા, તેમના મુખેથી કોઈ બીજી નારીની પવિત્રતાની વાત સાંભળીને ત્રણે દેવીઓ વ્યાકુળ થઇ ઉઠી. અને તેમના પતિઓ પાસે માતા અનસુયાના પતિવ્રતની પરીક્ષા લેવાની હઠ કરવા લાગી. દેવીઓની હઠ સામે ત્રીદેવોંનું કાંઈ ન ચાલ્યું અને તે ત્રણે બ્રાહ્મણોના વેશ ધારણ કરી મહર્ષિ આત્રીના આશ્રમની બહાર ઉભા રહી ગયા.


ઈર્ષ્યાથી ભરપૂર દેવીઓની જિદ્દના કારણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય અનસૂયાજીના પતિવ્રત તોડવાની મંશા સાથે પહોંચ્યાં. દેવી અનસૂયાએ પતિ વ્રત ધર્મના બળે તેમની મંશા જાણી લીધી અને ઋષિના ચરણોનું જળ ત્રણેય દેવો ઉપર છાંટ્યું, જેનાથી તેઓ બાળ સ્વરૂપમાં આવી ગયાં. દેવી અનસૂયા તેમને પારણામાં સૂવડાવીને પોતાના પ્રેમ તથા વાત્સલ્યથી ઉછેર કરવા લાગી. પોતાની ભૂલનો પછતાવો થયા પછી ત્રણેયે દેવી માતા અનસૂયા પાસે માફી માંગી. માતા અનસૂયાએ કહ્યું કે આ ત્રણેયે મારું દૂધ પીધું છે, એટલે તેમણે બાળ સ્વરૂપમાં જ રહેવું પડશે. આ સાંભળીને ત્રણેય દેવોએ પોત-પોતાના અંશને ભેગા કરીને એક નવો અંશ પેદા કર્યો, જેમનું નામ દત્તાત્રેય રાખવામાં આવ્યું.


દત્તાત્રેય જન્મ જયંતિના દિવસે શું કરવું?
આ દિવસે સવારે વહેલાં ઊઠીને સ્નાન કર્યા પછી ભગવાન દત્તાત્રેયની પૂજા કરવી જોઈએ.
પૂજા પછી શ્રી દત્તાત્રેય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. તેનાથી ભગવાન દત્તાત્રેય પ્રસન્ન થાય છે અને ભક્તના બધા કષ્ટને દૂર કરો છે.
શક્ય હોય તો આ દિવસે વ્રત કરવું જોઈએ.
આ દિવસે તામસિક આહાર ન લેવો જોઈએ.
આખો દિવસ બ્રહ્મચર્યનું અને નિયમોનું પાલન કરવું જોઈએ.
ભગવાન દત્તાત્રેયની સાથે જ ભગવાન વિષ્ણુ અને શિવજી પૂજા કરવી જોઈએ.
દત્તાત્રેય ભગવાનના ત્રણ માથા છે અને છ ભુજાઓ છે
દત્તાત્રેય ભગવાનના ત્રણ માથા છે અને છ ભુજાઓ છે