મુંબઈ લોકડાઉન : દિવ્યાંગ યુવતીએ ટ્વિટ કરીને ગૃહમંત્રી પાસે મદદ માગી અને 25 જ મિનિટમાં દરવાજે આવે ગઈ પોલીસ
લોકડાઉન (Lock Down)ના કારણે લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે સરકાર સક્રિય છે. મહારાષ્ટ્રમાં (Maharashtra) હાલમાં આવો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મુંબઈ : લોકડાઉનના કારણે (Lock Down) લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે સરકાર ખાસ ધ્યાન આપી રહી છે. મહારાષ્ટ્રમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દિવ્યાંગ યુવતીએ ટ્વિટ કરીને રાજ્યના ગૃહમંત્રી પાસે મદદ માગી હતી. આ ટ્વીટના પગલે ગૃહમંત્રી અનિલ દેશમુખે (Anil Deshmukh) યુવતીને તાત્કાલિક મદદ કરવાના આદેશ આપ્યા હતા.
આ ઘટનાની વિગતો જોઈએ તો મલાડ વેસ્ટમાં રહેતી 25 વર્ષીય દિવ્યાંગ યુવતી વિરાલી મોદીએ લોકડાઉન દરમિયાન તેને થઈ રહેલી સમસ્યાઓ વિશે ગૃહમંત્રીનેને ટ્વિટ કર્યું હતું. તેણે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે હું શારીરિક રીતે દિવ્યાંગ છું અને ઘરમાં એકલી રહું છું. મેં ઘરમાં કામ કરવા માટે એક કામવાળા બહેન રાખ્યા પણ લોકડાઉનને કારણે તે કામ પર નથી આવી રહ્યા. આ સંજોગોમાં મારે શું કરવું જોઈએ ?
આ ટ્વિટ પર પગલાં લઈ ગૃહમંત્રી અનિલ દેશમુખે (Anil Deshmukh) યુવતીને તાત્કાલિક મદદ કરવાના આદેશ આપ્યા હતા. યુવતીના ટ્વિટની 25 મિનિટમાં જ પોલીસ ઇન્સ્પેક્ટર તેમના ઘરે પહોંચ્યો હતો અને તમામ સુવિધાઓ પુરી પાડી હતી. આ સિવાય યુવતીને ખાસ ડ્રાઇવર આપવામાં આવ્યો હતો જેથી તે પોતાના પરિવારજન પાસે જઈ શકે. પોતાની સાથે બનેલા આ બનાવ પછી યુવતીએ ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube