પીએમ મોદીના સંબોધનમાં લોક ડાઉનની જાહેરાત માત્ર અફવા
પીએમ મોદીના સંબોધન પહેલા સોશિયલ મીડિયા પર લોક ડાઉનની ખબરો ચાલી રહી છે. પરંતુ ઝી ન્યૂઝના સૂત્રો પ્રમાણે આ માત્ર અફવા છે.
નવી દિલ્હીઃ પીએમ મોદીના સંબોધન પહેલા કોરોના વાયરસના સંક્રમણને કારણે સોશિયલ મીડિયા પર લોક ડાઉનના સમાચારો ચાલી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી લોક ડાઉનની જાહેરાત કરી શકે છે. પરંતુ ઝી ન્યૂઝના સૂત્રો પ્રમાણે આ માત્ર અફવા છે. ZEE NEWSને સૂત્રોના હવાલાથી માહિતી મળી છે કે આ પ્રકારની જાહેરાતની કોઈ સંભાવના છે. કોરોનાના કહેરને કારણે હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (19 માર્ચ) રાત્રે 8 કલાકે દેશને સંબોધિત કરવાના છે. આ સાથે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પીએમ મોદી આવી કંઇક જાહેરાત કરી શકે છે. શું સંદેશ આપી શકે છે?
આ સમયે દેશ કોરોનાના સ્ટેજ-2માંથી પસાર થઈ રહ્યો છે. પ્રથમ સ્ટેજ તે હોય છે જ્યાંથી વાયરસનું સંક્રમણ શરૂ થાય છે. બીજા સ્ટેજમાં ત્યાંથી સંક્રમિત વ્યક્તિ પોતાના ઘર/દેશમાં જાય છે. ત્રીજા સ્ટેજમાં સ્થાનીક સ્તર પર એકબીજામાં તેનો પ્રસાર થાય છે અને ચોથા સ્ટેજમાં તે મહામારીનું સ્વરૂપ ધારણ કરી લે છે. ઇટાલી અને ચીન જેવા દેશ ચોથા તબક્કામાં છે.
ભારત હજુ બીજા સ્ટેજમાં છે. આ પ્રમામે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેને સ્ટેજ-3મા જતો રોકવા માટે પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે. આ સ્થિતિમાં ઇટાલી, ફ્રાન્સની જેમ ગતિવિધિઓની ધીમી કરી બધાને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવે. ઓફિસના તમામ કામકાજને વર્ક ફ્રોમ હોમ કરી દેવામાં આવે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...