નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારીના કારણે દેશમાં લોકડાઉન (Lockdown)ના ત્રીજા તબક્કાની અવધિ 17 મેના રોજ સમાપ્ત થાય છે. અત્યાર સુધી, કેન્દ્ર સરકાર તરફથી સંકેત મળી રહ્યા છે કે લોકડાઉનનો ચોથો તબક્કો 18 મેથી શરૂ થશે. જે 31 મે સુધી લાગુ કરવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- PM મોદીએ ટ્રંપનો માન્યો આભાર, કહ્યું- દુનિયાને Covid-19થી મુક્ત કરવા સાથે કામ કરવું જરૂરી


આ લોકડાઉન 4.0 (Lockdown 4.0) અંગે ગૃહ મંત્રાલય આજે કોઈપણ સમયે નવી માર્ગદર્શિકા જારી કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ દેશને સંબોધનમાં લોકડાઉન વધારવાના સંકેત આપ્યા છે. જો કે પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે લોકડાઉન 4 સંપૂર્ણપણે નવું હશે. આમાં ઘણા ફેરફાર અને છૂટછાટ આપવામાં આવશે.


શું-શું હોઈ શકે છે લોકડાઉન 4.0માં


- નાગરિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાનું પોતાની જાતે ધ્યાન રાખવાનું રહેશે.
- લોકડાઉન 4.0માં અર્થવ્યવસ્થા પર ભાર આપવામાં આવ્યો છે.
- કેન્દ્ર તરફથી રાજ્યોને છૂટછાટ આપવામાં આવી શકે છે.
- ગ્રીન ઝોનમાં પરિવહન અને ઉદ્યોગોને પરવાનગી મળી શકે છે.
- સાથે જ ગ્રીન ઝોનમાં બસ અને ટેક્સી શરૂ કરવાની મંજૂરી મળી શકે છે.
- યાત્રી ટ્રેનને હાલમાં શરૂ કરવામાં આવશે નહીં.
- પરંતુ સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક ટ્રેન પહેલાની જેમ ચાલુ રહેશે અને સંખ્યા અને રૂટમાં વધારો કરવામાં આવશે.
- 18 મેથી પસંદગીના રૂટ પર સ્થાનિક વિમાન સેવા પર પણ વિચાર કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube