નવી દિલ્હી : કોરોના અને લોકડાઉન વચ્ચે શ્રમજીવીઓપોત પોતાના ઘેર પરત ફરી રહ્યા છે. એવામાં ટ્રેનોથી પરત ફરી રહેલા આ મજૂરો માટે વિવાદ પેદા થઇ ચુક્યો છે. વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે, કોરોના સંકટ વચ્ચે આ મજબુર મજુરો પાસેથી ભાડાના પૈસા વસુલી રહ્યા છે. જ્યારે રેલવે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે 85 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને 15 ટકા રાજ્ય સરકારે ઉઠાવવાનાં રહે છે.આ તરફ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે, તેમની પાર્ટી મજૂરોનું ભાડુ ચુકવશે. આ રાજનીતિક વિવાદ વચ્ચે સવાલ ઉઠી રહ્યો છે કે, શું બિન ભાજપ શાસિત રાજ્યોએ એક રણનીતિ હેઠળ મજૂરો પાસેથી ભાડા વસુલવાના શરૂ કર્યા છે. રેલવેના અનુસાર કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી જનારા યાત્રીઓ પાસે ભાડાઓ વસુલવામાં આવી રહ્યા છે, બાકી રાજ્યોએ મફતમાં મજૂરોની મુસાફરી કરાવી છે. કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ramayan મુદ્દે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કર્યું ટ્વીટ, કરી મોટી વાત

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાત, કર્ણાટક, તેલગાણા જેવા અનેક રાજ્યોએ મફતમાં જ મજુરોને મુસાફરી કરાવી છે. રેલવેનું કહેવું છે કે, તેણે રાજ્ય સરકારનું સંચાલન કિંમતનાં 15 ટકા ભાડુ ચુકવવા માટે જણાવ્યું છે, જે દરેક રાજ્ય પૈસા આપી રહ્યું છે. અત્યાર સુધી અનેક રાજ્યો રેલવેના પેમેન્ટ કરી ચુક્યા છે અને અનેક પ્રોસેસ ચાલી રહ્યા છે.


વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું કેન્દ્રનું મોટુ પગલું, 7 મેથી શરૂ થશે ઘરવાપસી

રેલવે સીધા જ કોઇ પણ પેસેન્જરને ટિકિટ નહી આપી રહ્યા, રેલવે રાજ્યોનાં કહેવા અંગે ટ્રેન ચલાવી રહી છે. જેથી જે રાજ્ય ટ્રેન માંગે છે, તે રાજ્યથી સંચાલનની કિંમતનાં 15 ટકા ભાડુ પણ રેલવે આપવાનું કહે છે. જે ટ્રેન યાત્રીઓને લઇને જાય છે અને ત્યાંથી ખાલી પરત આવે છે.રેલવેએ પોતાનાં સંચાલનનાં ખર્ચે તેની કિંમત પણ જોડી દીધી છે. અત્યાર સુધી રેલવે અનેક રાજ્યોને 39 ટ્રેન પુરી પાડી ચુક્યું છે.


J&K હંદવાડમાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હૂમલો, 3 જવાન શહીદ, 1 આતંકવાદી ઠાર

ઝારખંડ જેવા અનેક રાજ્યો છે જ્યાં મજુરો હતા જેથી તેમણે જ ટ્રેનનાં પૈસા રેલવેને ચુકવ્યા. કેટલાક રાજ્યો એવા પણ છે જે પોતાની તરફથી મજૂરોને બીજા રાજ્યોમાં મોકલવા માંગે છે, જેથી તેમણે જ રેલવેની માંગ કરી અને રેલવેનું ભાડુ પણ ચુકવ્યું. રેલવેનાં તમામ રાજ્યોથી સંચાલનના 15 ટકા પેમેન્ટ મળી રહી છે. સૌથી મોટી વાત છે કે મોટાભાગનાં રાજ્યોએ રેલવેને પૈસા તો ચુકવ્યા પરંતુ પોતાની તરફથી જનારા પેસેન્જર પાસેથી ભાડુ નથી ચુકવ્યું. માત્ર કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો હજી સુધી સામે આવ્યા છે. જેઓ મજૂરો પાસેથી આ કિંમત ચુકવી રહી છે.


કોંગ્રેસ રાજનીતિમાં પણ અસત્ય પર ઉતરી આવી, રેલવે મુદ્દે કરેલી ગંદી રાજનીતિનો પર્દાફાશ થયો

કેરળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, તેલંગાણા, ઉત્તરપ્રદેશ જેવા 15 રાજ્યો એવા છે જેમણે રેલવેની પાસે અથવા તો ફસાયેલા યાત્રીઓ પાસે ટ્રેનની માંગણી  કરી છે. અત્યાર સુધી 39 સ્પેશ્યલ ટ્રેનો ઓફરેટ કરવામાં આવી ચુકી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube