લખનઉઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં એકવાર ફરી કોરોના કર્ફ્યૂ (Corona Curfew) ની સમયમર્યાદાને આગળ વધારી દેવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ની સરકારે શનિવારે નવો આદેશ જારી કરતા 31 મેની સવારે સાત કલાક સુધી આંશિક કોરોના કર્ફ્યૂ જારી રાખવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદેશવાસીઓનો મળી રહ્યો છે સહયોગ
નિવેદનમાં કહેવામાં આવ્યું- ઉત્તર પ્રદેશ સરકાર લોકોના જીવન અને આજીવિકાને સુરક્ષિત રાખવા માટે સંકલ્પિત છે. આ ભાવનાની સાથે અમે કોવિડની બીજી લહેરમાં આંશિક કોરોના કર્ફ્યૂની નીતિ અપનાવી છે. અમને પ્રદેશવ્યાપી આંશિક કોરોના કર્ફ્યૂના સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યાં છે. સંક્રમણની ચેન તોડવામાં તેનાથી સહાયતા મળી રહી છે. પરંતુ હજુ પ્રતિબંધો યથાવત રાખવાની જરૂર છે. તેથી અમે 31 મેએ સવારે સાત કલાક સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન વેક્સિનેશન, ઇન્ડસ્ટ્રિયલ ગતિવિધિઓ અને મેડિકલ સંબંધિ જરૂરી સેવાઓ યથાવત રહેશે. 


આ પણ વાંચોઃ હવે દેશમાં મ્યુકરમાઇકોસિસનો કહેર, 14 રાજ્યોએ જાહેર કરી મહામારી, જાણો ક્યાં કેટલા કેસ


હવે 1.97 ટકા રહી ગયો પોઝિટિવિટી રેટ
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 6046 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 17540 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પ્રદેશમાં આ સમયે રિકવરી રેટ 93.2 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે પોઝિટિવિટી રેટ પણ ઘટીને 1.97 ટકા પર આવી ગયો છે. કોરોના ગ્રાફમાં આવેલા આ મોટા ફેરફારને આંશિક કોરોના કર્ફ્યૂની અસર કહેવામાં આવે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે, હજુ ખતરો ટળ્યો નથી. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube