ભોપાલ સહિત મધ્યપ્રદેશના આ જિલ્લામાં લોકડાઉન, 31 માર્ચ સુધી સ્કૂલ-કોલેજ બંધ
મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને જોતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ (CM Shivraj Singh Chouhan) મંત્રાલયમાં કોરોનાની તાકીદની બેઠક બોલાવી હતી
ભોપાલ: મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને જોતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ (CM Shivraj Singh Chouhan) મંત્રાલયમાં કોરોનાની તાકીદની બેઠક બોલાવી હતી. પ્રદેશમાં કોરોનાની સમીક્ષા કર્યા બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજધાની ભોપાલ સહિત ઇન્દોર અને જબલપુરમાં રવિવાર એટલે કે, 21 માર્ચના લોકડાઉન (Lockdown) રહેશે. સાથે જ 31 માર્ચ સુધી ત્રણેય શહેરોમાં સ્કૂલ તેમજ કોલેજ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
તમને જણાવી દઇએ કે, ફરી એકવાર કોરોના સંક્રમણથી (Corona cases) સ્થિતિ વણસી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1140 નવા કોરોનાના દર્દી મળ્યા છે. જેના કારણે રાજ્ય સરકારને આ નિર્ણય લેવો પડ્યો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (CM Shivraj Singh Chouhan) કોરોનાની સ્થિતિની સમિક્ષા માટે વરિષ્ઠ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને જોતા સીએમ સાંજે 7 વાગે બંગાળથી પરત ફર્યા બાદ એરપોર્ટથી સીધા મંત્રાલય પહોંચ્યા હતા.
આ પણ વાંચો:- PM મોદી વિરૂદ્ધ બોલવાનો મતલબ ભારત માતા વિરૂદ્ધ બોલવું: શુવેન્દુ અધિકારી
આ બેઠકમાં મુખ્ય સચિવ ઇકબાલસિંહ બૈસ અને ડીજીપી વિવેક જોહરી સાથે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મોહમ્મદ સુલેમાન અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજેશ રાજૌરા હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે આ દિવસોમાં કોરોનાનો કહેર શરૂ થયો હતો અને આ વર્ષે પણ કોરોનાનો ખતરો ફરી મંડરાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગનું માનીએ તો રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે અને આ પહેલાથી વધારે જોખમી સાબિત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube