27 એપ્રિલે ફરીથી તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે PM મોદી , શું લોકડાઉન વધશે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 એપ્રિલના રોજ તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી ભાગ લેશે. વડા પ્રધાને છેલ્લે 14 એપ્રિલે મુખ્યમંત્રીઓની સલાહ લીધી હતી અને ત્યારબાદ લોકડાઉનની ડેડલાઈન વધારવાની સંમતિ થઈ હતી. એ જ સામાન્ય અભિપ્રાય પર, 14 એપ્રિલના રોજ સમાપ્ત થયેલ લોકડાઉનની મુદત વધારીને 3 મે કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું આગામી બેઠકનો મુખ્ય મુદ્દો લોકડાઉનની અવધિ વધારવાનો રહેશે?
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 એપ્રિલના રોજ તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી ભાગ લેશે. વડા પ્રધાને છેલ્લે 14 એપ્રિલે મુખ્યમંત્રીઓની સલાહ લીધી હતી અને ત્યારબાદ લોકડાઉનની ડેડલાઈન વધારવાની સંમતિ થઈ હતી. એ જ સામાન્ય અભિપ્રાય પર, 14 એપ્રિલના રોજ સમાપ્ત થયેલ લોકડાઉનની મુદત વધારીને 3 મે કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું આગામી બેઠકનો મુખ્ય મુદ્દો લોકડાઉનની અવધિ વધારવાનો રહેશે?
રમજાન મહિનામાં મેળ-મિલાપનો ખતરો
આ સવાલ પણ મહત્વનો છે કારણ કે મુસ્લિમોના પવિત્ર રમજાનનો મહિનો 24 મેના રોજ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તહેવારના ઉત્સાહમાં મુસ્લિમો બજારમાં આવશે, એક બીજા સાથે મેળ-મિલાપ કરશે અને ઇફ્તાર પાર્ટી જેવી ભીડ ભર્યું આયોજન કરશે. મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ યુનિવર્સિટીના ચાન્સેલર ફિરોઝ બખ્ત અહેમદે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમને આ આશંકા અંગે માહિતગાર કર્યા છે અને ફરીથી લોકડાઉન સમયમર્યાદા વધારવાનું કહ્યું છે.
અહેમદે વડા પ્રધાનને વિનંતી કરી કે લોકડાઉનને પવિત્ર રમઝાન મહિનાના અંત સુધી લંબાવી દેવા જોઈએ. તેમણે પત્રમાં એમ પણ કહ્યું હતું કે જો 3 મે પછી લોકડાઉન ખોલવામાં આવે તો ઘણા લોકો ખરીદી અને પૂજા માટે એકત્રિત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube