Lockdown-2022: શું દેશમાં ફરી લાગશે લૉકડાઉન? જાણો WHOથી લઈને રાજ્ય સરકારોની શું છે યોજના
દેશમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં મોટા પાયે વધારો થયો છે. નિષ્ણાંતોના મતે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં ડેલ્ટાની સાથે ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યાં છે. આ વચ્ચે લોકોના મનમાં ફરી સવાલ છે કે સંપૂર્ણ લૉકડાઉન લાગૂ પડશે કે નહીં.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દરેક રાજ્યોમાં કોવિડ-19ના રેકોર્ડ કેસ સામે આવી રહ્યાં છે. તેવામાં સરકાર દ્વારા સતત સંક્રમણના વધતા કેસ પર પ્રતિબંધ લગાવવા સહિત સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આજે દેશભરમાં દોઢ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસનો આંકડો 5.90 લાખને પાર કરી ગયો છે.
હવે માત્ર એક જ સવાલ ચે કે શું થશે કોરોના બેકાબૂ થઈ જશે તો? શું ફરી લૉકડાઉન લાગશે? શું એકવાર લોકોએ ફરી કામધંધા બંધ કરી ઘરે બેસવું પડશે? આ મુદ્દા પર વિશ્વ આરોગ્ય સંસ્થાના (WHO) તીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથનનું નિવેદન સામે આવ્યુ છે. સૌમ્યા સ્વામીનાથનનું સ્પષ્ટ કહેવું છે કે લૉકડાઉન સમાધાન નથી. તેમના પ્રમાણે કોરોના સંક્રમણ અને તેના અલગ-અલગ વેરિએન્ટને લઈને હવે દુનિયામાં સમદ પેદા થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોને ખ્યાલ છે કે આ બીમારીનો સામનો કરી રીતે કરવાનો છે. લોકો પણ જાગરૂત થયા છે. તેના કારણે લૉકડાઉન ન લગાવવું જોઈએ.
આ પણ વાંચોઃ BJP સાંસદ વરૂણ ગાંધી કોરોના સંક્રમિત, ટ્વીટમાં કહ્યું- 'તદ્દન ગંભીર લક્ષણ દેખાયા છે, હવે આપણે...
દિલ્હીમાં હાલ લૉકડાઉન નહીંઃ અરવિંદ કેજરીવાલ (Delhi Lockdown Update)
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યુ છે કે દિલ્હીમાં હાલ લૉકડાઉન લાગૂ કરવામાં આવશે આવશે નહીં. તેમણે કહ્યું કે, રાજધાનીમાં કોવિડની સ્થિતિ ખુબ ખરાબ છે પરંતુ લૉક઼ાઉનનો ઇરાદો નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે રાજધાનીમાં કોવિડના 22000 કેસ આવશે. કેજરીવાલે કહ્યુ કે, ડરવાની જરૂર નથી પરંતુ જવાબદારી સાથે કામ કરવું પડશે. તેમણે માસ્ક પહેરવા પર ભાર આપ્યો હતો. કેજરીવાલે કહ્યુ કે, ઘણા લોકો મને પૂછી રહ્યાં છે કે લૉકડાઉન લાગશે? અમે લોકડાઉન લગાવવા ઈચ્છતા નથી. લૉકડાઉન નહીં લાગે જો તમે કોરોના નિયમોનું પાલન કરશો. જરૂર ન હોય તો થોડા દિવસ ઘરની બહાર નિકળો નહીં.
મહારાષ્ટ્રમાં નહીં લાગે લૉકડાઉન (Maharashtra Lockdown Update)
મહારાષ્ટ્રમાં નવા પ્રતિબંધો મુજબ, સરકારે પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે અને જાહેર પરિવહનમાં ફક્ત રસીવાળા લોકોને જ મંજૂરી આપવામાં આવશે. આ સિવાય 15 ફેબ્રુઆરી સુધી શાળા અને કોલેજો બંધ રહેશે. જો કે, શોપિંગ મોલ, માર્કેટ કોમ્પ્લેક્સ 50 ટકા ક્ષમતા પર કામ કરશે અને રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી બંધ રહેશે. દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ અન્ય એક ટ્વિટમાં લખ્યું કે હું પુનરાવર્તન કરું છું કે અમે બિનજરૂરી ભીડ ઘટાડવા માંગીએ છીએ, પરંતુ કોઈ લોકડાઉન લાગુ કરવા માંગતા નથી. હકીકત એ છે કે જ્યાં સુધી આપણે બધા કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરીએ ત્યાં સુધી કોઈપણ નિયંત્રણો અસરકારક રહેશે નહીં. મારી તમને વિનંતી છે કે તમે કોવિડના લક્ષણો વિશે સાવધાન રહો અને વહેલી તકે ડૉક્ટરની સલાહ લો.
આ પણ વાંચોઃ કોરોના વેક્સીનના 11 ડોઝ લેનાર બુઝુર્ગને હવે પડ્યા લેવાના દેવા, હવે સામે પડી મોટી મુશ્કેલી
લૉકડાઉન પર શું બોલ્યા છત્તીસગઢના મુખ્યમંત્રી
છત્તીસગઢમાં કોરોના સંક્રમણના કેસ બમણા દરે વધી રહ્યાં છે. નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. વધતા સંક્રમણ દર અને લૉકડાઉનને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેષ બધેલે નિવેદન આપ્યુ છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, પ્રદેશમાં હાલ લૉકડાઉનની જરૂર નથી. પોતાના નિવેદનમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, સંક્રમણ અટકાવવા જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ રોકવાનું કામ થઈ રહ્યું છે. પ્રદેશમાં આર્થિક ગતિવિધિઓ પર પ્રતિબંધ લાગશે નહીં.
તમિલનાડુમાં રવિવારે સંપૂર્ણ લૉકડાઉન (Tamilnadu Lockdown Update)
ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએન્ટને કારણે તમિલનાડુમાં બેકાબૂ થતા કોરોના સંક્રમણના ત્રીજા લહેરની ચેન તોડવા માટે રવિવારે પૂર્ણ રૂપથી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. રવિવારે વીકેન્ડ લૉકડાઉન આ વર્ષનું પ્રથમ લૉકડાઉન હશે. ઘણા પ્રતિબંધની સાથે સરકારે રવિવારે લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન માત્ર જરૂરી સેવા ચાલું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube