શાહે કહ્યું- ‘ઓવૈસી સાહેબ સાંભળવાની આદત પાડો,’ જવાબ મળ્યો- ‘મને ડર લાગે છે...’
સંસદના બજેટ સત્રમાં આજે લોકસભામાં NIA બિલ દરમિયાન થયેલા હંગામામાં ગૃહ મંત્રી અમિત શાહને વચ્ચે બોલવું પડ્યું હતું. લોકસભામાં આજે રાષ્ટ્રી તપાસ એજન્સિ (NIA) બિલને લઇને ચર્ચાઓ થઇ રહી હતી.
નવી દિલ્હી: સંસદના બજેટ સત્રમાં આજે લોકસભામાં NIA બિલ દરમિયાન થયેલા હંગામામાં ગૃહ મંત્રી અમિત શાહને વચ્ચે બોલવું પડ્યું હતું. લોકસભામાં આજે રાષ્ટ્રી તપાસ એજન્સિ (NIA) બિલને લઇને ચર્ચાઓ થઇ રહી હતી. તે વિષય પર ભાજપ સાંસદ અને મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહ બોલી રહ્યાં હતા. તે દરમિયાન AIMIMના નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી વારંવાર વચ્ચે હોલી રહ્યાં હતા. સત્યપાલ સિંહ અને લોકસભા સ્પીકર દ્વારા તેમને ઘણી વખત ટકોર કરવામાં આવી હતી. પરંતુ ઓવૈસી સતત સત્યપાલ સિંહની વાત પર ટિકા-ટિપ્પણી કરી રહ્યાં હતા.
વધુમાં વાંચો:- સોલન દુર્ઘટના: સેનાના 13 જવાનો સહિત 14 લોકોના મોત, મુખ્યમંત્રીએ આપ્યાં તપાસના આદેશ
તો બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમતિ શાહ અચાનક ઊભા થયા અને તેમણે કહ્યું કે, ઓવેસીને સત્યપાલ સિંહનું ભાષણ ધ્યાનથી સાંભળવા કહ્યું હતું. તે દરમિયાન ઓવૈસી અમિત શાહને પણ ટોકવા લાગ્યા હતા. અમતિ શાહે તાત્કાલીક ત્યારબાદ કહ્યું કે, તમારે સાંભળવાની આદત પાડવી પડશે. ગૃહ મંત્રીએ કહ્યું કે, જ્યારે અન્ય કોઇ બોલે છે તો તમે ચુપ રહીને સાંભળો છો.
વધુમાં વાંચો:- બાબરી કેસ: જજે માગ્યો 6 મહિનાનો સમય, SCએ કહ્યું- ચુકાદા બાદ જ નિવૃતી
પરંતુ જ્યારે સત્યપાલ સિંહ બોલી રહ્યાં છે, તો તમે સતત વચ્ચે બોલી રહ્યાં છો. તમારે સાંભળવાની આદત પાડવી પડશે. ત્યારબાદ ઓવૈસીએ કહ્યું કે, મને ડર લાગે છે. તેનો જવાબ આપતા અમિત શાહે કહ્યું, જો તમારી અંદર ડર ભરેલો છે તો અમે શું કરી શકીએ. અમિત શાહે દરેક વિપક્ષીના નેતાઓને કહ્યું કે, જ્યારે તમને તક મળશે, ત્યારે તમે બોલજો, કોઇને ડિસ્ટર્બ ના કરો.
જુઓ LIVE TV