By-Elections: 3 લોકસભા અને 7 વિધાનસભા સીટો પર આ તારીખે યોજાશે પેટાચૂંટણી, EC કરી જાહેરાત
ત્રણ લોકસભા અને સાત વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે ચૂંટણી કમિશને તારીખોની જાહેરાત કરી છે. ઇલેક્શન કમીશને કહ્યું કે 23 જૂનના રોજ મતદાન થશે. મત ગણતરી 26 જૂને યોજાશે. ચૂંટણી કમિશને પંજાબની સંગરૂર, યૂપીના રામપુર અને આઝમગઢ લોકસભા સીટ પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે.
Assembly By-Elections: ત્રણ લોકસભા અને સાત વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે ચૂંટણી કમિશને તારીખોની જાહેરાત કરી છે. ઇલેક્શન કમીશને કહ્યું કે 23 જૂનના રોજ મતદાન થશે. મત ગણતરી 26 જૂને યોજાશે. ચૂંટણી કમિશને પંજાબની સંગરૂર, યૂપીના રામપુર અને આઝમગઢ લોકસભા સીટ પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે. સંગરૂર સીટ ભગવંત માનના મુખ્યમંત્રી બન્યા બાદ ખાલી થઇ છે.
તો બીજી તરફ રામપુર સીટ આઝમ ખાનના લોકસભા સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ ખાલી થઇ છે. આઝમગઢથી અખિલેશ યાદવ સાંસદ ચૂંટાયા હતા. તેમણે વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ સંસદના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube