ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો, I.N.D.I.A ને 180-195 સીટો
ZEE News AI Exit Polls: લોકસભા ચૂંટણી 2024નો જનાદેશ ચાર જૂને દેશવાસીઓની સામે હશે. આ પહેલા Zee News AI એક્ઝિટ પોલમાં ત્રીજીવાર મોદી સરકાર બનતી જોવા મળી રહી છે. જાણો કઈ પાર્ટીને કેટલી સીટ મળી શકે છે.
ZEE News AI Exit Polls: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પહેલા ઘણી સર્વે એજન્સીઓએ જનતાના મનનો મિજાજ જાણવા માટે એક્ઝિટ પોલ કર્યાં છે. ત્રણ એક્ઝિટ પોલમાં એનડીએને 400 સીટો મળવાનું અનુમાન લગાવ્યું છે. Zee News એ મતગણના પહેલા દર્શકો માટે દેશનો પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક્ઝિટ પોલ લઈને આવ્યું છે. આ એક્ઝિટ પોલમાં લગભગ 10 કરોડ લોકોના મત જાણવામાં આવ્યા છે. એક્ઝિટ પોલના અંતિમ આંકડા પ્રમાણે દેશમાં ત્રીજીવાર મોદી સરકાર બની શકે છે.
ZEE News AI Exit Polls: NDA ને મળી શકે છે 305-315 સીટો
ઝી ન્યૂઝના એઆઈ એક્ઝિટ પોલ પ્રમાણે 543 સીટોમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને 305થી 315 સીટ મળવાનું અનુમાન છે. ઈંડી ગઠબંધનને 180-195 સીટો અને અન્યને 38થી 52 સીટ મળી
શકે છે. ZEE News ના AI Exit Poll માં ઘણા રાજ્યોમાં ચોંકાવનારા આંકડા આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં એનડીએને 52-58 અને I.N.D.I.A. ગઠબંધનને 22-26 સીટો મળવાનું અનુમાન છે. પશ્ચિમ બંગાળમાં એનડીએને 20-24 અને ટીએમસીને 16-22 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે ગુજરાતમાં ભાજપને 26 સીટો મળી શકે છે.
ZEE News AI Exit Polls: દક્ષિણના રાજ્યોમાં ઈંડી ગઠબંધનને લીડ
આંધ્ર પ્રદેશમાં એનડીએને 12 અને ઈંડી ગઠબંધનને 02 થી 4 બેઠકો મળી શકે છે. આ સિવાય અન્યને 06 થી 10 બેઠકો મળવાની ધારણા છે. તેલંગાણામાં એનડીએને ચારથી છ બેઠકો મળી શકે છે, ઈન્ડિયા ગઠબંધનને 10થી 14 બેઠકો અને અન્યને શૂન્ય બેઠકો મળી શકે છે. તમિલનાડુમાં એનડીએને 10થી 12 બેઠકો મળી શકે છે. તે જ સમયે, ઈન્ડિયા ગઠબંધનને મહત્તમ 21 થી 27 બેઠકો મળી શકે છે અને અન્યને 03 થી 05 બેઠકો મળી શકે છે. કેરળમાં NDAને 05 થી 07 બેઠકો મળી શકે છે, ઈંડી ગઠબંધનને 10 થી 12 બેઠકો અને અન્યને 02 થી 05 બેઠકો મળી શકે છે.
આ પણ વાંચોઃ Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
કર્ણાટકમાં એનડીએને 10થી 14 સીટો, ઈંડી ગઠબંધનને 12થી 20 સીટો અને અન્યને શૂન્ય સીટ મળી શકે છે. ઓડિશામાં એનડીએને ફાયદો થઈ શકે છે. Zee News AI એક્ઝિટ પોલમાં ઓડિશામાં એનડીએને 10થી 14 સીટો, ઈંડી ગઠબંધનને 4-6 સીટો, બીજેડીને 3થી 5 સીટ મળી શકે છે. મધ્ય પ્રદેશમાં એનડીએને 16-22 અને I.N.D.I.A. ગઠબંધનને 8થી 12 સીટ મળવાનું અનુમાન છે. રાજસ્થાનમાં એનડીએને 15થી 19 સીટો, ઈંડી ગઠબંધનને 6થી 10 સીટ મળી શકે છે.
ZEE News AI Exit Polls: બિહારમાં એનડીએને 15-25 સીટો
એક્ઝિટ પોલ અનુસાર, બિહારમાં NDAને 15 થી 25 બેઠકો, ઈન્ડિયા ગઠબંધનને 15 થી 25 બેઠકો અને અન્યને શૂન્ય બેઠકો મળવાની ધારણા છે. મહારાષ્ટ્રમાં કુલ 48 બેઠકોમાંથી એનડીએને 26થી 34 બેઠકો અને ઈન્ડિયા ગઠબંધનને 15થી 21 બેઠકો મળી શકે છે. તે જ સમયે, અન્યને તેમના ખાતામાં શૂન્ય બેઠકો મળી શકે છે. દેશમાં પ્રથમ વખત AI એક્ઝિટ પોલ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફેસબુકમાં 32 લાખથી વધુ પોસ્ટ્સ અને ઉમેદવારોની એક હજારથી વધુ પ્રોફાઈલ ટ્રૅક અને પ્રોસેસ કરવામાં આવી છે.