PM Modi: 5 વર્ષ સુધી મે માત્ર ખાડા ભર્યા, હવે દેશની જનતાની આશા પુર્ણ કરીશ
લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને હાલ તમામ રાજકીય પક્ષો કમરકસીને પ્રચાર ચાલુ કરી દીધો છે
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને હાલ તમામ રાજકીય પક્ષો કમરકસીને પ્રચાર ચાલુ કરી દીધો છે. રાજનીતિક પાર્ટીઓમાં નેતાઓ પ્રચાર કરવા લાગ્યા છે. થોડા જ સમયમાં મે ભી ચોકીદાર અભિયાન હેઠળ વડાપ્રધાન મોદી આજે 500 સ્થળો પર કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે.વડાપ્રધાન મોદીએ ભારત માતા કી જયનાં નારા સાથે શરૂઆત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, સમગ્ર દેશમાં આશરે 500થી પણ વધારે સ્થળો પર આ પ્રકારે દેશ માટે કંઇક કરવાના પ્રયાસો કરી રહેલા દેશનાં સન્માનમાં જ પોતાનો ગર્વ અનુભવ કરનારા લાખો લોકો સાથે ટેક્નીકર માધ્યમથી મને મળવાનું સૌભાગ્ય મળ્યું છે. 2013-14માં જ્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી હતી, હું દેશ માટે નવો હતો. આલોચકોએ મારી પ્રસિદ્ધી વધારે હતી, હું તેમનો હૃદયથી આભાર વ્યક્ત કરુ છુ કારણ કે તેમનાં કારણે જ જનતામાં જીગ્નાશા પેદા થઇ છે. વડાપ્રધાન મોદીએ સંબોધન અગાઉ ભારત માતા કી જયનાં નારાઓ લગાવ્યા હતા.
દેશનાં માત્ર 2 વડાપ્રધાન જ કોંગ્રેસના ગોત્રના નથી
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, ચાવાળાને કોંગ્રેસ હજી સુધી પચાવી નથી શકી. તેમણે કહ્યું કે કેટલાક લોકો સરકારને પૈતૃક સંપત્તી માની બેઠા છે. એટલા માટે તેમને હજમ નથી થતું કે એક ચા વાળો વડાપ્રધાન બને. દેશમાં માત્ર 2 વડાપ્રધાન જ હશે જે કોંગ્રેસ ગોત્રમાંથી નથી. આ બિન કોંગ્રેસી ગોત્રની ચાલને સમજી નથી શકતા.
એક જ વાતને ચાર પેઢી વારંવાર કહી રહી છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જો એક જ પરિવારની ચાર પેઢી એક જ વિષયને વારંવાર કહેતા રહે છે. પરંતુ કંઇ પણ નથી થઇ રહ્યું, તો નવી પેઢીને નવા વોટરરેને આ વાત સમજવી જોઇએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક લોકોને ખબર નથી કે તેઓ સત્તામાં આવવાનાં નથી માટે તેઓ એવું પણ આપશે જે ક્યારે પણ શક્ય જ નથી.
રેવડીઓ વહેંચનારાઓનો ટ્રેક રેકોર્ડ જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ચૂંટણીને લગતા વચનો આપનારા આજકાલ રેવડિઓ વહેંચી રહ્યા છે. પહેલીવાર મતદાન કરનારાઓને કહેવા માંગુ છું કે ખોટા વચનો આપવાનો તમારો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. તેમનાં ટેપ રેકોર્ડરોને ન સાંભળો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક તરફ અસત્યની ફેક્ટ્રીઓ ચાલી રહી છે, રોજ નવા નવા અસત્યો આવી રહ્યા છે. તમે સત્ય પહોંચાડવાનો ભરપુર પ્રયાસ કરો, સત્ય મેળવવા માટે તમે નરેન્દ્ર મોદી એપ ડાઉનલોડ કરો, તેમાં તમને નવી નવી માહિતી પ્રાપ્ત થશે.
કોંગ્રેસનાં DBTનો અર્થ છે ડાયરેક્ટ વચેટિયાઓને ટ્રાન્સફર
વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ અને તેમની સરકાર બંન્ને ડીબીટી યોજનાઓ લોન્ચ કરી હતી. જો કે તેનો અર્થ અલગ-અલગ હતો. વડાપ્રધાને કહ્યું કે, ડીબીટીનો અર્થ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે, જ્યારે તેમનાં ડીબીટીનો અર્થ ડાયરેક્ટ વચેટિયાઓને ટ્રાન્સફર છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ ખોટુ બોલે છે તેની પહેલી શરત હોય છે કે તેમની મેમરી પાવર ઝઢપથી થવી જોઇએ, પરંતુ તેઓ એખ દિવસનો એક આંકડો બોલે, બીજા દિવસે બીજો આંકડો બોલે છે. તેમણે ખોટાની ઉંમર પણ વધારે નથી. કેટલાક વચનોનાં બાળમૃત્યુ થાય છે. જો કે તેમ છતા પણ તેને ખેંચતા રહે છે. તેના પર અસત્ય જવાબ સરળ છે માત્ર સાચુ બોલતા ચાલો. સત્યની શક્તિ એટલી મોટી હોય છે કે અસત્ય ટકી પણ નહી શકે.
કોંગ્રેસનું અસત્ય સીઝનલ હોય છે.
વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અસત્ય પણ સીઝનલ હોય છે. સીઝનનાં અનુસાર તેઓ ખોટુ બોલે છે, પછી મેદાનમાં છોડે છે અને તેમની ઇકો સિસ્ટમ તેને ઉઠાવે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસનાં ખોટા જવાબ આપવું ખુબ જ સરળ છે. તેમણે કહ્યું કે, તમે સાચુ બોલો, સતત સાચુ બોલો, કોંગ્રેસને જવાબ મળતો રહેશે.
પાકિસ્તાન પોતાનું મોત મરશે
પાકિસ્તાન અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમણે દેશમાં એક વાતાવરણ બનાવ્યું છે અને આગળ પણ આવું વાતાવરણ બનાવ્યું છે કારણ કે આપણે વિશ્વની બરાબરી કરવાની છે. આપણે ઘણો લાંબો સમય ભારત પાકિસ્તાન કરવમાં જ કાઢી નાખ્યો, અને તે પોતાનાં મોતે મરશે આપણે તેને છોડી દો, આપણે આગળ વધીએ તે બાબત પર જ આપણું ધ્યાન હોવું જોઇએ.
કરપ્શનનાં આરોપીઓને મહેલમાં રખાયા
કેટલાક લોકો વિદેશની કોર્ટમાં કહે છે કે ભારતની જેલની સ્થિતી સારી નથી, હવે તેમને મહેલોમાં થોડા રાખવાનાં છે. અંગ્રેજોએ ગાંધીજીને જે જેલમાં રાખ્યા હતા. તેનાથી સારી જેલ હું તેમને આપી શકું તેમ નથી.
જેમણે દેશને લુંટ્યો છે તેમણે પાયે પાય ચુકવવી પડશે.
ગ્વાલિયરની એક મહિલા શિક્ષકે કરપ્શન અંગે જવાબ આપતા વડાપ્રધાન મોદીને કહ્યું કે, જેમણે દેશને લુંટ્યો છે તેમને પાયે પાય ચુકવવી પડશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2014 બાદ તેઓ ભ્રષ્ટાચારીઓને જેલનાં દરવાજા સુધી લઇ જશે અને તેમનો અંતિમ નિર્ણય 2019 બાદ થશે. વડાપ્રધાને કહ્યું કે, શિક્ષક સૌથી મોટો ચોકીદાર હોય છે, તે આગામી પેઢીની સુરક્ષા કરે છે. એવા ચોકીદારોને તેઓ નમસ્કાર કરે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ વચન આપે છે કે ભ્રષ્ટાચારીઓ પર આકરો પ્રહાર કરશે.
આવતી વખતે પણ 130 કરોડ દેશવાસીઓ શપથ લેશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2019માં જ્યારે તેઓ શપથ લેશે એકલા મોદી શપથ નહી લે મારી સાથે 130 કરોડની જનતા શપથ લેશે. તાલકટોરા સ્ટેડિયમમાં બેઠેલી એક યુવતીના સવાલનો જવાબ આપતા કહ્યું કે, દેશની જનતા ફરીથી એકવાર અમને સેવાની તક આપશે. મને આનંદ છે કે દેશનો યુવાન દુરનું જોઇ શકે છે. અમે રાજનેતાઓ તો હજી 11ના રોજ શું થશે 21નાં રોજ શું થશે તેવું વિચારી રહ્યા છે જ્યારે તેઓ શપથ અંગે વિચારી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ રવિવારે 'मैं भी चौकीदार' અભિયાન હેઠળ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોફેશનલ વેપારીઓ તથા ચોકીદારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના ચિરપરિચિત અંદાજમાં ભાષણની શરૂઆત ભારત માતા કી જયના નારા સાથે કરાવી હતી. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, હું દેશની જનતાના પૈસા પર કોઇનો પંજો નહી પડવા દઉ. તેમણે કહ્યું કે, એક ચોકીદાર તરીકે મે મારી જવાબદારી નિભાવીશ.
લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર અપ્રત્યક્ષ રીતે નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક લોકોનાં વિકાસ નથી થઇ શકતો. આ વિકાસ બૌદ્ધીક સ્તર પર અટકી જાય છે. તેમણે કહ્યું કે, દેશની જનતા મને ચોકીદાર તરીકે પસંદ કરે છે. જનતાને રાજા મહારાજા પસંદ નથી. તેમણે કહ્યું કે, ચોકીદાર ન કોઇ વ્યવસ્થા છે ન કોઇ યુનિફોર્મ છે. તેમણે કહ્યું કે, ચોકીદાર એખ ભાવના છે. આ ભાવના દેશની જનતામાં સતત વધારો કરી રહી છે.
તેમણે કહ્યું કે, સ્વચ્છતાનું આંદોલન દેશની જનતાનું આંદોલન થઇ ચુક્યું છે. સવા સો કરોડ લોકોએ ચોકીદારની જવાબદારી નિભાવી. તેમણે કહ્યું કે, ચોકીદારનો સિદ્ધાંત મહાત્મા ગાંધીએ દેશને આપ્યો હતો. આ ગાંધીનો સિદ્ધાંત છે. 2014માં ભાજપે મને જવાબદારી આપી ત્યાર બાદ મને દેશનાં ખુણેખુણામાં જવાની જરૂર પડી. ત્યારે મે દેશનાં લોકોને કહ્યું હતું કે તમે મને જે જવાબદારી સોંપી રહ્યા છો તેનો અર્થ છે તમે એક ચોકીદાર બેસાડી રહ્યા છો.
વડાપ્રધાને કહ્યું કે, રાજનીતિક હીતથી ઉપર ઉઠીને નફા નુકસાનને સાઇડમાં મુકીને દેશને સૌથી ઉપર રાખ્યો. વડાપ્રધાન મોદીએ બાલકોટ હુમલા અંગે સવાલ પર આ ઉતર આફ્યો. તેમણે કહ્યું કે, પૂર્ણ બહુમતીની સરકાર દેશ માટે ખુબ જ મહત્વપુર્ણ છે. વિશ્વમાં ભારતનો અવાજ સુનવણી આપવાનો સીધો અર્થ બહુમતીની સરકાર છે. તેમણે કહ્યું કે, બહુમતીની સરકારનાં આવા આકરા નિર્ણયો લઇ શકે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વનો કોઇ નેતા હવે મારી સાથે હાથ મિલાવે છે અથવા તો ગળે મળે છે, તો તેને મોદી નથી દેખાતો પરંતુ પુર્ણ બહુમતીવાળી સરકાર સ્વરૂપે સવાસો કરોડ દેશવાસીઓ દેખાય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારા માટે ચૂંટણી નહી દેશ પ્રાથમિકતા છે. તેમણે આતંકવાદ પર નિશાન સાધતા કહ્યું કે, અમે આતંકવાદીઓ તેમની જ ભાષાણાં તેમની જ જમીન પર જવાબ આપીશું.
PMએ કહ્યુ કે, જો મોદી પોતાના રાજનીતિક ભવિષ્ય અંગે વિચારે તો મોદી ન હોત. તેમણે કહ્યું કે, જો કોઇ આ રાજનીતિક પેતરાબાજીથી દેશ ચલાવવાનો હોત તો મોદીની દેશને કોઇ જ જરૂર નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમમથી 500 કરતા વધારે સ્થળો પર લાખો લોકો સાથે સંવાદન કરવાની તકમળી. આ દરમિયાન તેમણે ત્યાં હાજર લોકોના સવાલોનાં પણ જવાબ આપ્યા.
જનતાના પૈસા પર પંજો નહી પડવા દઉ
દિલ્હીનાં તલારકોટ સ્ટેડિયમમાં મે ભીચોકીદાર અભિયાનની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ ક્યું કે, 2013માં તેમણે કહ્યું હતું કે તેમનો પ્રયાસ રહેશે કે તેઓ જનતાના પૈસા પર પંજો નહી પડવા દે. વડાપ્રધાને કહ્યું કે, એક ચોકીદાર તરીકે હું મારી જવાબદારી નિભાવીશ, 2014માં ભાજપે મને જે જવાબદારી સોંપી ત્યાર બાદ મને દેશનાં ખુણેખુણામાં જવાની તક મળી. ત્યારે મે દેશનાં લોકોને કહ્યું હતું કે, તમે દિલ્હીની જે જવાબદારી મને સોંપી રહ્યા છો તેનો અર્થ છે કે તમે તમારા પૈસા પર એક ચોકીદાર બેસાડી રહ્યા છો.
ચોકીદાર એક સ્પિરિટ છે, એક ભાવના છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચોકીદાર ન કોઇ વ્યવસ્થા છે, ન કોઇ યુનિફોર્મની ઓળખ છે ન કોઇ ઉંબર પર બંધાયેલું છે. ચોકીદાર એક સ્પિરિટ છે એક ભાવના છે.