નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ને લઈને તમામ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારની જાહેરાતો કરી રહ્યાં છે. ભાજપે પણ ગઈ કાલે 16 માર્ચે કોર ગ્રુપની એક બેઠક કરી. જો કે મોડી રાત સુધી ચાલેલી આ બેઠક બાદ પણ હજુ ભાજપના ઉમેદવારનો સંભવિત પહેલી સૂચિ જારી કરાઈ નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ તરફથી બહુ જલદી સૂચિ બહાર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, અરુણ જેટલી સહિત અનેક નેતાઓ સામેલ થયા હતાં. સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોને લઈને ચર્ચા થઈ નથી. આ અંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે બેઠક યોજી શકે છે. 


પાર્ટી સૂત્રોનું કહેવું છે કે ભાજપની પહેલી યાદીમાં લગભગ 100 ઉમેદવારોના નામ પર મહોર લાગવાની છે. કહેવાય છે કે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આગામી બેઠક 18 માર્ચે થશે. સૂત્રો તરફથી એવું પણ  જાણવા મળ્યું છે કે પટણા સાહિબથી આ વખતે ભાજપ શત્રુઘ્ન સિન્હાની જગ્યાએ રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારી શકે છે. 


લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...