નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ ચોકીદાર કેન્પેઇનના બહાને પોતાની જ પાર્ટીને નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, મે મારુ નામ નથી બદલ્યું. હું મારા નામની આગળ ચોકીદાર લગાવી શકુ નહી. હું બ્રાહ્મણ છું. તેમણે કહ્યું કે, ચોકીદારને આદેશ આપીશ કે તેણે શું કરવાનું છે. તો એવામાં હું મારા નામની આગળ ચોકીદાર લગાવી શકું નહી. સ્વામીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઇલ થઇ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝારખંડમાં મહાગઠબંધનની ફોર્મ્યુલા જાહેર, કોંગ્રેસને ફાળે 7 સીટો આવી

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપનાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી, મે ભી ચોકીદાર કેમ્પેઇન લોન્ચ કર્યું હતું. કેમ્પેઇન હેઠળ પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત પાર્ટીનાં તમામ નેતાઓએ પોતાનાં નામ આગળ ચોકીદાર શબ્દ લગાવ્યો છે. તેવામાં સ્વામીનું આ વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. 


લોકસભા ચૂંટણી: આડવાણી બાદ વાજપેયી યુગના આ દિગ્ગજ નેતા પણ મૂકાયા બાજુમાં, ન મળી ટિકિટ

વડાપ્રધાન મોદીએ કહ્યું હતુ, દરેક દેશવાસીઓ જે ભ્રષ્ટાચાર, ગંદકી અને સામાજિક બદીઓ સામે લડી રહ્યા છે. તેઓ એક ચોકીદાર છે. ભારતનાં વિકાસ માટે આકરી મહેનત કરનારા વ્યક્તિ ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યા છે. #मैं भी चौकीदार ત્યાર બાદ ટ્વીટર પર #MainBhiChowkidar ટ્રેંડ કરવા લાગ્યું હતું. સ્વામીએ લોકસભા ચૂંટણી પહેલા આવું નિવેદન આપીને પાર્ટી માટે મુશ્કેલી પેદા કરી છે. 


વડાપ્રધાન અને જેટલી પર પણ પ્રહારો કરી ચુક્યા છે
આ પહેલીવાર છે કે ભાજપ સાંસદે પોતાની પાર્ટી પર નિશાન સાધ્યું છે. તે પહેલા શનિવારે તેમણે વડાપ્રધાન મોદી અને નાણામંત્રી અરૂણ જેટલી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે દાવો કર્યો કે ન તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન તો નાણામંત્રી અરૂણ જેટલીને અર્થવ્યવસ્થાની માહિતી છે કારણ કે તેઓ ભારતને પાંચમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાવી રહ્યા છે જ્યારે ભારત આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે.