નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શુક્રવારે મોડી રાતે પોતાના ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી. આ યાદીમાં કુલ 36 ઉમેદવારોના નામ સામેલ છે. જેમાં મુખ્યત્વે ભાજપના હાલના પ્રવક્તા સંબિત પાત્રાનું નામ પણ સામેલ છે. પાર્ટીએ તેમને ઓડિશાની પૂરી લોકસભા સીટથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. શુક્રવારે મોડી રાતે જાહેર થયેલી બીજી યાદીમાં આંધ્ર પ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર, ઓડિશાની બેઠકોના ઉમેદવારોના નામ સામેલ છે. 


યાદીમાં આંધ્ર પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્રના 6 ઉમેદવાર અને ઓડિશાના પાંચ ઉમેદવારોના નામ યાદીમાં સામેલ છે. યાદીમાં આસામ અને મેઘાલય માટે  પણ એક-એક ઉમેદવારનું નામ સામેલ છે. આ અગાઉ ભાજપે 184 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી. આમ અત્યાર સુધીમાં કુલ 220 ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. મોડી રાતે જે બીજી યાદી બહાર પાડી તેમાં આંધ્ર પ્રદેશના 23 ઉમેદવારોના નામ સામેલ છે, કે જ્યાં પહેલા તબક્કામાં 11 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...