નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે ઉમેદવારોના નામ નક્કી કરવા ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગઈ કાલે મોડી રાત સુધી ચાલી. સૂત્રોના જણાવ્યાં મુજબ આ બેઠકમાં બિહાર, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, તેલંગણા, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના સાત રાજ્યોની બેઠકો માટે ચર્ચા થઈ. જો કે તેમાં યુપીને લઈને કોઈ ચર્ચા થઈ નથી. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે યુપીના કોર ગ્રુપ સાથે ચૂંટણી અંગે ચર્ચા કરી શકે છે. ભાજપ આજે પોતાના ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ સૂત્રોનું કહેવું છે કે શનિવારે યોજાયેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં મોટા નામો પર ચર્ચા થઈ. જેમાં રવિશંકર પ્રસાદથી લઈને સ્મૃતિ ઈરાની સુધીના નામ સામેલ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કેટલાક સંભવિત નામો નક્કી થયા છે જેમને પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. સૂત્રો એમ પણ કહી રહ્યાં છે કે પટણા સાહિબથી આ વખતે ભાજપ શત્રુઘ્ન સિન્હાની જગ્યાએ રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારી શકે છે. જ્યારે બિહારની ભાગલપુરની બેઠક જેડીયુને આપવાનો નિર્ણય લેવાયો છે. 


સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપના સંભવિત ઉમેદવારો....


1. પટણા સાહિબથી રવિશંકર પ્રસાદ


2. પૂર્વ ચંપારણ (બિહાર) રાધામોહન સિંહ


3. નાગપુર (મહારાષ્ટ્ર)થી નિતિન ગડકરી


4. મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પુનમ મહાજન


5. મુંબઈ નોર્થ-ઈસ્ટથી કિરિટ સોમૈયા


6. સારણ (બિહાર)થી રાજીવ પ્રતાપ રૂડી


7. બક્સર (બિહાર)થી અશ્વિની ચૌબે


8. બેગુસરાય (બિહાર) ગિરિરાજ સિંહ


9. ગાઝીપુર (યુપી)થી મનોજ સિન્હા


10. ચંદૌલી (યુપી)થી મહેન્દ્રનાથ પાંડે


11. અમેઠી (યુપી)થી સ્મૃતિ ઈરાની


12. હમીરપુર (હિમાચલ પ્રદેશ)થી અનુરાગ ઠાકુર


13. હજારીબાગ (ઝારખંડ)થી જયંત સિન્હા


14. ગ્વાલિયર (મધ્ય પ્રદેશ)થી નરેન્દ્ર સિંહ તોમર


15. ચંદ્રપુર (મહારાષ્ટ્ર)થી હંસરાજ અહીર


લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...