નવી દિલ્હી : દેશમાં હાલ ચૂંટણીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ચૂંટણી સમરમાં ભાગ્ય અજમાવવા માટે અનેક ઉમેદવારો પ્રયાસો કરી રહ્યા છે. જો કે આ પ્રયાસો માટે પહેલા ચૂંટણી પંચ સમક્ષ પોતાની દાવેદારી નોંધાવવી પડે છે. આ દાવેદારી અનુસંધાને દરેકે પોતાની સંપત્તી પણ જાહેર કરવી પડે છે. તમિલનાડુના પેરમ્બુર સીટ પર વિધાનસભા પેટા ચૂંટણીમાં પોતાનુ ભાગ્ય અજમાવી રહેલ જેબમણી મોહનરાજે આપી છે. હલફનામામાં જેબમણી જનતા પાર્ટી મોહનરાજે પોતાની સંપત્તી અંગે જે માહિતી આપી તેના કારણે તેઓ ચર્ચામાં આવી ગયા છે. 
તેમણે પોતાની સંપત્તીની માહિતી આપતા જણાવ્યું કે, તેમની પાસે 1.76 લાખ કરોડ રૂપિયા રોકડા છે અને તેમના પર ચાર લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ દેવુ કોઇ જેવી તેવી બેંક નહી વર્લ્ડ બેંકનું છે. ખાસ વાત છે કે આ હલફનામાને ચૂંટણી પંચે પણ સ્વિકાર કરી લીધું છે. ચૂંટણી પંચ તરફથી તેમને લીલું મરચું ચૂંટણી ચિન્હ તરીકે ફાળવવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છત્તીસગઢમાં નક્સલવાદીઓ અને BSF વચ્ચે સંઘર્ષ, 4 જવાન શહીદ


વ્યંગાત્મક રીતે આપી માહિતી
જેબમણી મોહનરાજે 1.76 લાખ કરોડ રૂપિયાની રોકડ અને ચાર લાખ કરોડ રૂપિયાનાં દેવાની જાણીબુઝીને ખોટી જાહેરાત કરી છે. આ આંકડો 2જી સ્પેક્ટ્રમ ગોટાળા અને તમિલનાડુ સરકારનાં દેવા તળે સરેરાશ મુલ્યને વ્યંગાત્મક રીતથી દર્શાવે છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર એફીડેવીટની એક ફાઇલ અપલોડ કરવામાં આવી છે. જો આ આંકડા પર વિશ્વાસ કરીએ તો તેઓ સમગ્ર દેશમાં સૌથી અમીર ઉમેદવાર હોત. મોહનરાજને જ્યારે પુછવામાં આવ્યું કે તેમણે જાહેરાત કરી કારણ કે તેમણે આરોપ લગાવ્યો કે 2જી ગોટાળાની તપાસ યોગ્ય નહોતી થઇ અને આ તરફ ધ્યાન દોરવા માટે તેમણે પ્રયાસ કર્યો છે. 


ચૂંટણી પંચ પર ઉઠ્યા સવાલો
મોહનરાજ દ્વારા ચૂંટણી પંટને ખોટી માહિતી આપવામાં આવ્યા બાદ ચૂંટણી પંચ પર જ સવાલો ઉઠી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે ચૂંટણી પંચને તેનો સ્વિકાર કઇ રીતે કર્યો. વિવાદ વધતો જોઇ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે ઉમેદવાર નિર્ધારીત ફોર્મેટમાં દસ્તાવેજ આપે છે. કાયદા હેઠળ ઉમેદવારીનો નિર્ણય લેવાનો અધિકાર રિટર્નિંગ ઓફીસર પાસે હોય છે.  તેને માહિતી ની સત્યતા તપાસવાની જરૂર નથી હોતી.