લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું. પરંતુ આ મતદાને રાજકીય પક્ષોને ચિંતામાં મૂકી દીધા છે. ભારતીય જનતા પાર્ટીએ ત્યારબાદ પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કરી નાખ્યો છે. પીએમ મોદી પણ પોતાના ભાષણમાં વધુ આક્રમક જોવા મળી રહ્યા છે. હવે નવી વસ્તુ એ જોવા મળી છે કે પીએમ મોદી ચૂંટણી રેલીઓમાં એમ ફેક્ટર પર વધુ ભાર મૂકતા જોવા મળી રહ્યા છે. રાજસ્થાનના બાંસવાડામાં પીએમ મોદીએ આ ત્રણ શબ્દોનો ઉપયોગ ક ર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું છે કે તમારી સંપત્તિને લઈને તેઓ વધુ બાળકોવાળાને આપશે. તેમણે ડો. મનમોહન સિંહનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે કહ્યું હતું કે દેશના સંસાધનો પર પહેલો હક મુસ્લિમોનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પીચમાં એમ ફેક્ટરનો ઉલ્લેખ...
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ તમારા વિરુદ્ધ કાવતરું રચી રહી છે. કોંગ્રેસની નજર તમારા મંગળસૂત્ર સુદ્ધા પર છે. અલીગઢમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે કોંગ્રેસ તમારી સંપત્તિ લઈને બધામાં વહેંચી નાખવા માંગે છે. તેમણે એ પણ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં એક સમુદાયને પોતાના ધર્મનું પાલન કરવામાં પણ મુસીબત પેદા થઈ ગઈ હતી. કર્ણાટકમાં એ સ્થિતિ છે કે લોકોને હનુમાન ચાલીસા બોલવા પર હેરાનગતિ કરાય છે. 


પીએમ મોદીએ એમ પણ કહ્યું કે અમ દેશની સામે સત્ય રજૂ કરી દીધુ છે. કોંગ્રેસ તમારી સંપત્તિ પર કબજો જમાવવાનો વિચાર કરી રહી છે. ત્યારબાદ તે કેટલાક ગણતરીના લોકોમાં તેને વહેંચી દેશે. આ વાત કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં લખી છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ જ્યારે મુસ્લિમોનું નામ લીધુ તો વિપક્ષી દળોએ તેની ફરિયાદ ચૂંટણી પંચને પણ કરી અને કહ્યું કે પીએ મોદી હિન્દુ મુસ્લિમ કરીને ધ્રુવીકરણ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચને પીએમ મોદી સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. 


શું છે આ M ફેક્ટર? 
M ફેક્ટરનો અર્થ છે મંગળસૂત્ર, મુસ્લિમ અને મેનિફેસ્ટો. એક સમય હતો જ્યારે રાજકીય પક્ષો એમ-વાય ફેક્ટર પર વિશ્વાસ કરતા હતા. 90ના દાયકામાં આરજેડી આ ફેક્ટરના દમ પર બિહારમાં સત્તા પર હતી. જો કે 2014માં મોદી સરકાર આવ્યા બાદ એમ-વાય ફેક્ટર ગાયબ થઈ ગયું. વિપક્ષનું કહેવું છે કે જે પ્રકારે પીએમ મોદી મુસ્લિમો માટે ઘૂસણખોરો અને જેમના વધુ બાળકો છે તેવી વાતો કરી રહ્યા છે તેનાથી સમાજમાં ગેપ વધી જશે. પીએમ મોદી જ્યારે મંગળસૂત્રની વાત કરે છે ત્યારે ત ેઓ હિન્દુ મહિલાઓને સંબોધિત કરે છે. 


એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ વિવિધતાની વાત કરી હતી. આ ઉપરાંત તેમણે પસમાંદા મુસલમાનોના હિતની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈની પણ સાથે ભેદભાવ થતો નથી. એ જ જ્યારે રેલીમાં પહોંચ્યા તો તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તે વિશેષ વર્ગને ફાયદો  પહોંચાડવા માંગે છે. હવે વાત કરીએ પહેલા તબક્કાના મતદાનની તો 102 સીટો પર પહેલા તબક્કામાં મતદાન થયું હતું. જે ગત લોકસભા ચૂંટણી કરતા ઓછું હતું. 


ઓછા મતદાનને લઈને ભાત ભાતની વાતો થઈ. વિપક્ષ એ જાણીને ખુશ છે કે ભાજપથી નિરાશ થઈને લોકો ઓછું મતદાન કરી રહ્યા છે. જ્યારે ભજાપ પણ તેનું કારણ ગણાવી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે વધુ ગરમી પણ મતદાન  ઘટવાનું એક કારણ હોઈ શકે છે.