ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા 23 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીઓની યાદી જાહેર કરી છે. જેપી નડ્ડાએ વિનોદ તાવડે અને સાંસદ દીપક પ્રસાદને બિહારની જવાબદારી સોંપી છે. જ્યારે બૈજવંત પાંડાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. દુષ્યંત ગૌતમને ઉત્તરાખંડની જવાબદારી મળી છે. ગુજરાતના પણ કેટલાક દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જાણો વિગતવાર માહિતી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યાદી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરુણ સિંહ દ્વારા બહાર પાડવામાં આવી છે. ભાજપે પ્રભારીઓની જે નવી યાદી બહાર પાડી છે તે મુજબ સૌથી વધુ 3 નેતાઓને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે. બંગાળમાં મંગળ પાંડે, અમિત માલવીય અને આશા લકડાને પ્રભારી અને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે યુપી જેવા મોટા રાજ્ય માટે ફક્ત એક પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી છે. 


ગુજરાતના આ નેતાઓને મળી જવાબદારી
ગુજરાતમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચંડીગઢ અને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દમણ અને દીવની જવાબદારી સોંપવામાં આવી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube