નવી દિલ્હીઃ આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએ અને વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. વચ્ચે ટક્કર થવાની શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા અત્યારથી સર્વે થવા લાગ્યા છે કે આગામી વર્ષે દેશમાં કોની સરકાર બનશે. હવે એક નવો સર્વે સામે આવ્યો છે. ટાઈમ્સ નાઉના સર્વે પ્રમાણે આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએની વાપસી થઈ રહી છે. આજના સર્વે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએને 543 લોકસભા સીટોમાંથી 296છી 326 લોકસભા સીટો મળી શકે છે. તો વિપક્ષી દળોના ગઠબંધન I.N.D.I.A.ને 160થી 190 સીટો મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો એનડીએને 42 ટકાથી વધુ તો I.N.D.I.A. ને 40 ટકા જેટલો મત મળી શકે છે.


પાર્ટી સીટો
NDA 296 - 326
I.N.D.I.A 160 થી 190
YSRCP જગન મોહન પાર્ટી 24-25
BRS કેસીઆર પાર્ટી 9-11
બીજૂ જનતા દળ 12-14
અન્ય 11-14

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સૌથી મોટા રાજકીય પ્રદેશવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં એનડીએના ખાતામાં 69થી 73 સીટો મળી રહી છે. તો વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના ખાતામાં 5થી 9 સીટો મળી રહી છે. બીએસપીને 0-1 સીટ મળી શકે છે. તો અન્યના ખાતામાં 1થી 3 સીટ મળી શકે છે. એટલે કે નવા સર્વે પ્રમાણે દેશમાં ફરી ભાજપની સરકાર બની શકે છે. 


પાર્ટી

વોટ શેર (ટકાવારી

NDA 42.60
I.N.D.I.A 40.20
YSRCP જગન મોહન પાર્ટી 2.67
BRS કેસીઆર પાર્ટી 1.15
બીજૂ જનતા દળ 1.75
અન્ય 11.63

ગુજરાતમાં કોણ મારશે બાજી?
ટાઇમ્સ નાઉના સર્વેમાં જો આજે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપને 58.60 ટકા મત મળી શકે છે. જ્યારે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. ને 38.60 ટકા મત મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 2.80 ટકા મત આવી શકે છે. સર્વે પ્રમાણે ભાજપ ફરી 26માંથી 26 સીટો જીતી શકે છે. ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં પણ ગુજરાતમાં તમામ 26 બેઠકો કબજે કરી હતી. એટલે કે ગુજરાતમાં ભાજપ ફરી ક્લિનસ્વીપ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube