ભાજપ માટે કેમ માથાનો દુઃખાવો બન્યુ લોકસભા સ્પીકરનું પદ? JDUની સ્પષ્ટતા, TDPએ નથી ખોલ્યા પત્તા
હજુ સુધી લોકસભાના સ્પીકરની નથી થઈ પસંદગી....કેમ લોકસભાના સ્પીકરની પસંદગીમાં થઈ રહ્યું છે મોડું? શું છે આની પાછળના કારણો? કઈ પાર્ટીના સભ્યને અપાશે આ સૌથી મોભાદાર પદ? કેમ આ પદ પર છે સૌ કોઈની નજર...કેમ પાવરફૂલ ગણાય છે આ સ્પીકરનું પદ...જાણો તમામ સવાલોના જવાબ....
Lok Sabha Speker: લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને પરિણામો પણ આવી ગયા. જેના પછી નરેન્દ્ર મોદી સતત ત્રીજીવખત દેશના પ્રધાનમંત્રી બની ગયા છે. મંત્રીઓને મંત્રાલયની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.. હવે બધાની નજર લોકસભાના સ્પીકરની ચૂંટણી પર રહેલી છે. 26 જૂને લોકસભાને નવા સ્પીકર મળી જશે. લોકસભા સ્પીકર પાસે પાર્ટીની રાજનીતિથી ઉપર ઉઠીને સંસદ ચલાવવાની અપેક્ષા રાખવામાં આવે છે ત્યારે લોકસભા સ્પીકરની ચૂંટણી અંગે વિપક્ષનું શું કહેવું છે?. ભાજપે હજુ સુધી કેમ જાહેર કર્યા નથી લોકસભાના સ્પીકર જાણીએ આ અહેવાલમાં...
હજુ સુધી લોકસભાના સ્પીકરની નથી થઈ પસંદગી....કેમ લોકસભાના સ્પીકરની પસંદગીમાં થઈ રહ્યું છે મોડું? શું છે આની પાછળના કારણો? કઈ પાર્ટીના સભ્યને અપાશે આ સૌથી મોભાદાર પદ? કેમ આ પદ પર છે સૌ કોઈની નજર...કેમ પાવરફૂલ ગણાય છે આ સ્પીકરનું પદ...જાણો તમામ સવાલોના જવાબ....
તો તેનું કારણ છે ગઠબંધન સરકાર. કેમ કે ભાજપને લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મળ્યો નથી. જેના કારણે આ વખતે મોદી સરકાર ગઠબંધનના સહારે ચાલી રહી છે. ભાજપે હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી. તો વિપક્ષ સંસદમાં ડિપ્ટી સ્પીકર પદની માગણી કરી રહ્યું છે અને જો તેમને આ પદ નહીં મળે તો તે સ્પીકર પદ માટે ઉમેદવાર મેદાનમાં ઉતારશે. આ તરફ કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું છેકે કે ટીડીપી કે જેડીયુ બંનેમાંથી કોઈએ પોતાના સ્પીકર બનાવવા જોઈએ કેમ કે આ તેમનો પહેલો હક છે.
તો આ તરફ ભાજપ અને NDAના સાથી પક્ષો વિપક્ષના કાવાદાવા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. જેડીયુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે લોકસભાના સ્પીકર પદ માટે સૌથી પહેલો હક ભાજપનો છે. જોકે હજુ સુધી ટીડીપીએ પોતાના પત્તા ખોલ્યા નથી જેના કારણે મામલો ફસાયેલો છે. પરંતુ હવે 24 જૂનને બહુ લાંબો સમય રહ્યો નથી. એટલે તે જોવું રસપ્રદ રહેશે કે શું ટીડીપી આ પદ માટે માગણી કરે છેકે પછી સ્પીકર પદ ભાજપના ખાતામાં જાય છે.
કોણ બનશે લોકસભાના સ્પીકર?
લોકસભા સ્પીકરની ચૂંટણી, રાજકીય તણાવ!
વિપક્ષે મોટો દાવો કરીને ભાજપની વધારી ચિંતા
JDUએ સ્પષ્ટતા કરી, TDPએ નથી ખોલ્યા પત્તા
વિપક્ષે ડેપ્યુટી સ્પીકર પદની કરી માગણી
ભાજપ TDPને કઈ રીતે મનાવશે?